________________ 86 મહર્ષિ મેતારજ થોડે દૂર મોટે રાજમાર્ગ હતો. અનેક શિબિકાએ ત્યાં થઈને પસાર થઈ રહી હતી. અચાનક એક મૃદુ અવાજ આવે. “માતંગ ! શું છે ?" માતંગે પાછળ જોયું તે ધનદત્ત શેઠનાં પત્ની ઊભાં હતાં. એણે ઊભા થતાં કહ્યું “બા, વિરૂપાને કંઈ થઈ ગયું છે!” “વિરૂપાને...?” “હા, શેઠાણી બા ! આ તરફ કુમાર મેતાર્ય અસ્વ પરથી લથડા ને આ તરફ એ “હાય હાય' કરતી જમીન પર પછડાઈ પડી ને બેભાન થઈ ગઈ કઈ મેલા દેવની નજર લાગી દેખાય છે, પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. હમણાં આરામ આવી જશે.” અરે, પણ એને આમ ધૂળ પર કેમ સુવાડી છે? માતંગ, લે તે ! આ પાથરણું બિછાવ !" ધનદત્ત શેઠનાં પત્ની શિબિકામાંથી એકદમ નીચે ઊતરી ગયાં, અને એમાં બિછાવેલ કીમતી પાથરણું લઈ માતંગને આપ્યું. બા, તમે શા માટે શ્રમ લે છો! પધારો ! એ તે હમણાં સારી થઈ જશે!” “ના, ને, એમ ચાલ્યા જવાય ! એ તે મારી પ્રિય સખી છે.” “નગરલોક નિરર્થક નિંદા કરશે!” “ભલે કરે! અમે બે તે એ નિંદાથી પર થઈ ગયાં છીએ. લોકો કહીને શું કહેશે? અમે બે સખીઓ છીએ એ જ ને! આભડછેટ નથી જાળવતાં એ જ ને?” એમ કહેતાં કહેતાં શેઠાણી છેક વિરૂપાની નજીક જઈ પહોંચ્યાં.