________________ અજબ પુરુષ પપ દેવદત્તાના દેહ પર એક પણ આભૂષણ નહોતું. એના ગૌર, માંસલ અને સ્નિગ્ધ દેહ પર એક ઘનશ્યામ વસ્ત્ર વીંટાળેલું હતું. માથા પર હીરાજડિત દામણ હતી, અને લાંબે મધુર કેશકલાપ સર્પ ફિણની જેમ ઉન્નત રીતે ગૂંથેલે હતો. કાળા વસ્ત્રથી આચ્છાદિત એનાં ગૌર અંગે અજબ આકર્ષણ ઉત્પન્ન કરી રહ્યાં હતાં. સાર્થવાહની દષ્ટિ બેએક ક્ષણ દેવદત્તાના નૃત્ય પર થંભી રહી, પણ પુનઃ સભાજનો પર ફરવા લાગી. દાસીએ ઓળખાવેલા તમામ રાજગૃહીના અગ્રગણ્ય પુરુષોને જાણે આજે ને આજે એ પિછાની લેવા ઈચ્છતા હતે. નાગનૃત્ય કરતી દેવદત્તાને જાણે સમાધિ ચડી ગઈ. વીણાના સ્વરો ધીરે ધીરે હવામાં લીન થતા ચાલ્યા, ને આખરે સ્વરો બંધ થવા સાથે નૃત્ય સંપૂર્ણ થયું. ચાર દાસીઓ સાથે દેવદત્તા ઝડપથી સભામાંથી પસાર થઈ ગઈ. આખી સભા પરથી જાણે કોઈએ વશીકરણ વિદ્યાને પ્રભાવ પાછો ખેંચી લીધો. દેવદત્તાના નૃત્યની સહુ વાહવાહ કરવા લાગ્યા. નૃત્યથી શ્રમિત થયેલી દેવદત્તા વેશ પરિધાનના ખંડમાં ત્વરાથી પ્રવેશી. નૃત્યને સાજ જલદી જલદી ઉતારી, દેવપર લગાડેલો રંગલેપ ધેવા નાના એવા હજ પાસે જતી હતી, ત્યાં દાસીએ કહ્યું “આ પરદેશી સાર્થવાહ આપની મુલાકાતે આવેલ છે. થોડી એક ક્ષણમાં તો એમણે સ્વજન જેવો ભાવ જન્માવ્યો છે.” “મગધપ્રસિદ્ધ દેવદત્તાનું સ્વજન બનવાનું અહોભાગ્ય કેને મળે છે? અમારા દેશમાં લક્ષ્મી છે, વ્યાપાર છે, નૃત્યભવન છે, પણ દેવદત્તા જેવી નૃત્યસુંદરી ત્યાં નથી. સુવર્ણમુદ્રાઓ કરતાં સૌંદર્યમુદ્રાઓ અમારે મન બહુમૂલ્ય છે. આજ મને લાગે છે, કે મારો દુઃખદ ને અતિ દીર્ધ શ્રમપ્રવાસ તમારા દર્શને સફળ થયો છે.”