________________ અજબ પુરુષ પ૭ તે લક્ષ્મી જ સર્વસ્વ છે ને!” “રાજગૃહી તે લક્ષ્મીનું નિવાસસ્થાન છે!” “નિજીવ અને સજીવ, બન્ને લક્ષ્મીઓ અહીં વસતી જણાય છે.” સાર્થવાહનો ભંગ દેવદત્તા સમજી ગઈ. એણે વિશેષ કંઈ જવાબ ન આપતાં કહ્યું: “સાર્થપતિ, પેલા જળકુંડ સુધી મારી સાથે કરશો ?" " શા માટે નહિ ?" દેવદત્તા આગળ ચાલી. સાર્થવાહ એ જ સ્વસ્થ રીતે તેની પાછળ પાછળ ચાલ્યો. આવાસના મધ્ય ભાગની અંદર એક જળકુંડ આવેલો હતો. સ્વચ્છ અને સુગંધી જળ છલછલ ભર્યું હતું. જળકુંડના કિનારે બેસી એના સ્વચ્છ જળને આસ્વાદ લઈ શકાય એ રીતે ચારે બાજુ સંગેમરમરનાં પીઠિકાઓ ને આસન યોજેલાં હતાં. એક પીઠિકા પર દેવદત્તાએ સાર્થવાહને બેસવા ઈશારે કર્યો, અને પોતે પણ પાસે જ બેસી ગઈ મોડી રાતનો ચંદ્ર ઊગતો હતો અને આવાસનાં સ્ફટિકકાર ભેદીને એની સ્ના દેવદત્તાના દેહ પર વેરાતી હતી. ઉંમર કંઈક પ્રૌટ થતી હતી, પણ એના દેહ પર સૌંદર્યની આભા એટલી ને એટલી જ વિલસી રહી હતી. એનાં વિકાસયુક્ત પ્રફુલ્લિત નેત્રાની ઉઘાડમીંચમાં અજબ આકર્ષણ હતું. એણે નૃત્યવેળાનું કૃષ્ણવસ્ત્ર કાઢી નાખ્યું હતું, અને રૂપેરી તારથી ગૂંથેલું એક ઉત્તરીય વીંટાળી લીધું હતું. મસ્તકના કેશ છૂટા મૂક્યા હતા, અને તે હવાની લહરીઓ સાથે નૃત્ય કરતા હતા. મુખ પર આવી પડતા કેશને સમારવા વારે ઘડીએ ઊંચો–નીચો થતો કમલદંડ જેવો એનો હાથ ખરેખર કેદ કવિની કવિતા કરતાં પણ સુંદર ભાવ જગાવતો હતો.