________________ 54 મહર્ષિ મેતારજ ના, ના. ચમકવાનું કંઈ કારણ નથી. શ્રેષ્ટિઓ સાથે અમારે તે સદાને સંબંધ રહ્યો તેથી વિશેષ ઓળખાણની ઈચ્છા રાખું છું, એમની સંપત્તિ, સામર્થ્ય વિષે કંઈ કહે !" મગધની સંપત્તિની તો વાત જ ન કરવી. રાજગૃહીમાં એવા એવા શ્રીમંત વસે છે, જેની લક્ષ્મીનું માપ ખુદ કુબેર પણ ન કાઢી શકે. અહીં આવેલા શ્રેષ્ટિઓમાં પણ કેટલાક દશદશ ને વીસવીસ હિરણ્યકેટી નિધાનના માલિક છે. દશ હજારના એક એવા ગાયના અનેક જ તેઓની પાસે છે. ક્ષેત્રવાસ્તુનો તો પાર નથી. કોઈ પાંચસો હાટના સ્વામી છે, કઈ હજાર હાટના.” ધન્ય છે રાજગૃહીને! દાસી, બહુ વાચાળ લાગું તો માફ કરજે ! તારી ભાષા સ્વજન જેવી ને તારો વર્તાવ સ્નેહી જેવો લાગે છે, એટલે જ આ પ્રશ્ન કરી રહ્યો છું. મુજ પરદેશીની એક વધુ ભેટ સ્વીકાર ને મને રંગસભાનો પૂરો પરિચય આપી આભારી કર !" સાર્થવાહે કાનનાં બે કિંમતી કુંડળે દાસીને ભેટ આપ્યાં. દેવદત્તા નાગનૃત્યમાં તલ્લીન બની હતી. આખી સભા ચિત્રવત સ્તબ્ધ બની બેઠી હતી. માનવહૃદયને સહેજે મૂછ આવે એવું વાતાવરણ હતું પણ જાણે આ યુવાન તેનાથી પર હતે. કાં તેણે સ્ત્રી-સ્વરૂ૫ની મનોરમતા ને તેનું સ્મસુખ પિછાપ્યું નહીં હોય, અથવા તો એ બધા પર એને વૈરાગ્ય આવી ગયો હશે, નહિ તો અત્યારનું વાતાવરણ જ એવું હતું કે માનવીની વાચા જ સ્થંભી જાય. વસવીણના મીઠા સ્વર અજબ ઝણઝણાટી મચાવી રહ્યા હતા, ને સ્વરોમાં મુગ્ધ થઈને સર્પ ડોલે તેમ દેવદત્તા ડોલી રહી હતી. આખું અંગ એક પણ અસ્થિ વગરનું હોય એમ નાગફેણની જેમ એનું કાળા ભમર કેશકલાપથી ઓપતું મસ્તક સ્વરલહેરીઓ સાથે તાલ લઈ રહ્યું હતું.