________________ પર મહર્ષિ મેતારજ પેલી વસવીણા વગાડતી ચાર સ્ત્રીઓની વચ્ચે દેહના ટુકડે ટુકડા ન કરી નાખ્યા હોય એમ અર્ધી જમીન પર ને અધી ઊંચી ઝૂમતી રહી નૃત્ય કરી રહેલી મારી સ્વામિની દેવદત્તા. પૃથ્વી પરની પદ્મિની, સ્વર્ગમાં વસતી કઈ પરી અને પાતાળની કોઈ પણ માયાવિની કરતાં એ સુંદર લાગે છે ને !" તારી સ્વામિની દેવદત્તા !" સાર્થવાહે જરા ભારે શબ્દોથી હા, દેવદત્તા–મગધની એક માત્ર સુંદરી ! મહાશય, એનો સ્પર્શ પારિજાતક પુષ્પથી ય કમળ છે.” દાસી યુવાનને કામદેવના દ્વારનાં પગથિયાં બતાવતી હતી. પુષ્પથી ય કમળ !" યુવાન હસ્યો. જાણે આ ઉપમા એને હસવા જેવી લાગી. ચંચળ રીતે ફરી રહેલાં એનાં નેત્રે દેવદત્તાના અંગભંગ પર સ્તબ્ધ ન થઈ શક્યાં. એ તો રંગસભાના પુરુષો તરફ નીરખી રહ્યો હતો. દાસી, પ્રથમ તે રંગસભામાં પધારેલા અગ્રગણ્ય પુરુષોની ઓળખાણ માટે ઇતેજાર છું !" નૃત્યભવનમાં જ પધારોને! ત્યાં પ્રત્યક્ષ પરિચય સધાશે.” “ના, ના. આ દેશથી હું સર્વથા અજાણ્યો છું. આટલાં બધાંની વચ્ચે જઈને બેસતાં સભાક્ષીભ થઈ રહ્યો છે. અહીં જ ઓળખાણ આપ!” એમાં લજ્જા કરવા જેવું કંઈ નથી, સાર્થવાહ ! દેવદત્તાનાં નૃત્ય જેવાં, એને અંગભંગ નિરખવો ને એની સુશ્રી વિષે ચર્ચા કરવી એ તે સંસ્કારિતાનું ચિહ્ન છે. ઘણા કવિઓ એના એક એક અંગ પર લાંબી લાંબી કવિતાઓ કરે છે. અને છતાં ય નાગરિકે