________________ અજબ પુરુષ સાર્થવાહને દેવદત્તા ગણિકાના આવાસને દ્વારદીપક બતાવીને નાવિક પાછો ફર્યો, ત્યારે રાતને પ્રથમ પ્રહર સમાપ્ત થઈ ગયો હતો. થોડે દૂર આવેલા પાનાગારમાં હજી હોહા સંભળાતી હતી અને મદિરાના ઘેનમાં ડેલતાં કેટલાં ય સ્ત્રીપુરુષો ત્યાં અવરજવર કરતાં હતાં. એમના વેશ વિચિત્ર હતા ને વેશથી ય વિચિત્ર તેમની ચેષ્ટા અને હાવભાવ હતા. કઈ મૂછાળા મર્દ પિતાની સાથેની માનુનીનું ઉત્તરીય ઓઢીને સ્ત્રી જેવી ચેષ્ટા કરતો જતો દેખાતે, તે કઈ સ્ત્રી માથે મેટી ઉષ્ણીષ પહેરી મેંમાંથી દુર્ગધવર્ષ કરતી જતી જોવાતી. એ બધાંના મેમાંથી છૂટતી દુર્ગધ એમની ભાષા, ભૂષા ને ચેષ્ટા કરતાં ય અસહ્ય હતી. આ યુવાન સાર્થવાહને એકવાર આ સ્થળે આવવા માટે કંટાળો આવી ગયો. આ લોકો પ્રત્યે ઘણા કરવી કે દયા દાખવવી એની એને કંઈ સૂઝ ન પડી. એ વેગથી આગળ વધ્યો. દેવદત્તાના આવાસ નજીક આવતાં જાણે કઈ નવીન અનુભવ થતો હોય તેમ હવા મીઠી ને સુગંધપૂર્ણ વહેતી લાગી. ચારે તરફનું વાતાવરણ પ્રશાન્ત થતું ભાસ્યું. આવાસના ઊંડા ઊંડા ખંડામાંથી ધીરે ધીરે નૃત્યકંકાર, વાદ્યોને સૂરીલો સ્વર ને ગાનારીઓની કંઠમાધુરી મૃદુ મૃદુ રીતે શ્રવણપટને સ્પર્શવા લાગી.