________________ રોહિણેય 49 “અરે, મારા શેઠ! એવી હજાર પ્રિયદર્શનાઓ જેના રૂપ પાસે ઝાંખી પડે એવી દેવદત્તાને આપ જુઓ તો સ્વર્ગની સુંદરી ય ભૂલી જાઓ!” બીજા નાવિકે વચ્ચે ઉમેર્યું નાવિકોને સુવર્ણમુદ્રાઓ વધુ ને વધુ વાચાળ બનાવી રહી હતી. એ એટલેથી પણ ન દેજો, એણે આગળ વધાર્યું “મારા મહેરબાન, ચારેક દિવસ પહેલાંની વાત છે, કે દેવદત્તા મારી જ નૌકામાં ઠેઠ વૈશાલિના રાજદરબારમાં જઈ આવી. અનેક કુમાર, રાજદૂત, શ્રેણિપુત્રો મારી હેડીમાં જ બેસીને એને ત્યાં ગયા છે. એના પગની પાનીને સ્પર્શવા માટે હજારે મુદ્રાઓ કુરબાન કરનારા પણ પડયા છે.” નાવિક, ચાલ તારી નૌકાને તૈયાર કર ! દેવદત્તાને ત્યાં જ આજની રાત ગાળીશું.” ભલે, ભલે !" થોડીવારમાં ગંગાના પ્રવાહમાં નૌકા સડસડાટ વધતી ચાલી. રાજગૃહીના ભવ્ય પ્રાસાદોના આકાશદીપક હવે દેખાતા હતા. નૌકાને પ્રવાસી એ દીપકો તરફ ધારીધારીને મીટ માંડી રહ્યો હતો. ઊગતી તરણાવસ્થાની સુંદરતા એના દેહ પર વિલસી રહી હતી. ભરાવદાર ગુંછળાવાળા વાળ ઉપર એણે કિંમતી ઉષ્ણષ (પાઘડી) પહેરી હતી. કાને કુંડળ હતાં ને હાથે બાજુબંધ પહેર્યા હતાં. ગળામાં એક મોટે રત્નહાર લટકી રહ્યો હતો. બે હાથ પર બહુમૂલ્ય સુવર્ણમુકિાઓ ચડાવી હતી. મૂછનો દોર હજી ફૂટતો હતે, ને વસંતઋતુનાં કેશડાંની સુરખી એના તનબદન પર હતી. શી કાન્તિ! કેટલા લાંબા બાહુ, કેટલું કસાયેલું બદન! રાત હતી, એટલે એની આંખેના ચમકારા અણદીઠ રહેતા હતા, નહિ તો એની ઉઘાડ–મીંચ પણ અજબ હતી.