________________ 38 મહર્ષિ મેતારજ જોશીજી મહારાજ, એનું નામ રખે પાડતા ! એની રાશી પણ જોશો મા ! શેઠાણબાએ કહેવરાવ્યું છે, કે હમણું નામ નથી પાડવાનું. થોડા વખત પછી કોઈ શક કે મેત પાસે પડાવવા વિચાર છે. આટઆટલાં સંતાનની અછત અને અત્યારે નામ પાડવાની ઉતાવળ શી ! " બિચારા જોશી મહારાજને નકામા ઝાંખા પાડ્યા.” વિરૂપાએ વચ્ચે ટીકા કરી. ન પાડે તો શું કરે ! એ તે તારા નામની માળા લઈ બેઠાં છે. નામકરણ તારી પાસે જ કરાવવાનું છે. આજે સવારમાં ઊઠતાં વેંત જ મને બોલાવવા મોકલી છે.” “નામ નહોતું પાડવાના ને ! " એ તે બહાનું. પણ હવે જલદી ચાલ ! વાતમાં ને વાતમાં બહુ મોડું થઈ ગયું. શેઠાણબા તારી રાહ જોઈને ક્યારનાં બેઠાં હશે. મેં અહીં મારું પારાયણ ચલાવ્યું ને ત્યાં નક્કી ઠપકો મળશે.” બાળકને જોવાની અદમ્ય લાલસા દિલમાં ઘોળાતી જ હતી. અચાનક અણધાર્યો પ્રસંગ પ્રાપ્ત ગયેલ જોઈ વિરૂપા એકદમ લાગણીવશ બની ગઈ. ધીરે હાથે કેશ સમારી, ઉત્તરીય બદલી એ નંદાની પાછળ ચાલી નીકળી. એના હદયમાં અત્યારે એક અજબ તોફાન જામ્યું હતું. બંને ધનદત્ત શેઠની હવેલી નજીક આવ્યાં ત્યારે અંદરથી મંગળગીતેના સ્વરે આવી રહ્યા હતા. સોનેરસેલી દીવાલને પુષ્પમાળા, ગજરા વગેરેથી શણગારી હતી. સુગંધી ધુપદાનીઓને સુગંધી ધુત્ર આખા વાતાવરણને મઘમઘાવી રહ્યો હતો. પરિચારકે, ગાયકો ને વાદકે આડાઅવળા ફરતા જેવાતા હતા. ગૃહાંગણમાં સુંદર રંગોળીઓ પૂરી હતી. ઘરનાં પશુઓને પણ શણગાર્યા હતાં.