________________ પરભૃતિકા 41 “હું શું નામ પાડું! મારે લાલ મેટ થાય, ને અમારે આર્ય થાય-અમારે પૂજ્ય થાય એ જ માગું છું. અને એની યાદ માટે હું તે “મેતાર્ય' નામ પાડું છું.” “મેતાર્ય, મિત્રાર્ય ! સુંદર નામ!” “ખોટનાં નામ એવાં જ હોય ! " એકે વિરોધીઓને શાન્ત. કરવા ખાતર ઊમેર્યું. બધે મંગળધ્વનિ પથરાઈ રહ્યો. નામવિધિ સંપૂર્ણ થઈ વિરૂપા બાળકને ઊંચું ઊંચું લઈને ઉછાળી રહી હતી, ત્યાં તો બાળકે એના સ્તનપ્રદેશ પર નાજુક હાથથી પ્રહાર કર્યો. જાણે નાજુક મૃદંગ પર કેઈ સંગીતનિપુણ પરીએ થાપી મારી. એ મસ્ત મૃદંગમાંથી છૂટેલો પ્રચંડ નિનાદ અશ્રાવ્યું હતું, પણ એને વિરૂપાના દિલમાં તે પ્રચંડ શેષ મચાવી મૂક્યો. એનું મનમંદિર એક વાર લાગણીઓના રમઝમાટથી ધ્રૂજી ઊઠયું. બાળક પણ એટલેથી ન અટક્યું. અંદર લહેરાઈ રહેલ પ્રચંડ નદને પીવા નાનું શું કમળપાંખડી જેવું મુખ ખોલ્યું. વિરૂપાના હૃદયમાં એકદમ આંધી ઊઠી. એને લાગ્યું કે છાતી પરના આ બે પહાડે હમણાં જ ચિરાઈ ઊઠશે, ને જળધારા વછૂટી ઊઠશે. એણે મહામહેનતે સંયમ જાળવ્યો. અત્યંત પ્રયત્ન ભાગ|ીઓને કબજે કરી અને બાળકને એકદમ પાછું આપી દીધું. એ વિદાયના બે શબ્દો બોલ્યા વગર જ ઘર તરફ પાછી ફરી. એના હૈયાને કોઈ મજબૂત હાથે પીસી રહ્યું હતું. દૂર દૂર આંબાવાડિયામાં પરભૂતિકાઓ ગાઈ રહી હતી. મનુકુળની આ પરબ્રતિકાએ પણ મનને શાન્ત કરવા ટહુકવા માંડયું. ભૂલ્ય રે મનભમરા ક્યાં ભમ્યો?