________________ કમની ગત [3] ગ્રીષ્મ તુની એક સાંજ પડતી હતી. આખા દિવસનો ને વાયુ અત્યારે કંઈક ઠંડો પડ્યો હતો. દિવસભર તપેલાં પુષ્પો હવે ધીરે ધીરે સુગંધ પ્રસારવા માંડ્યાં હતાં. શેકી નાખે એવા તાપથી બચવા માળામાં લપાઈ ગયેલાં પંખીઓ સંધ્યાગાન ગાતાં આકાશમાં આમતેમ ઊડી રહ્યા હતાં. અંતઃપુરના ઊંડા આવાસમાં આખો મધ્યાહ્ન પૂરાઈ રહેલી રાજરમણીઓ આસાયેશ લેવા હવેલીના ઝરૂખામાં આવી હતી, ને પાળેલાં પંખી પણ આંગણામાં લટાર મારી રહ્યાં હતાં. રાજબાગના હેજમાં ડીવારમાં રાજરમણીઓ નહાવા ને જલક્રીડા કરવા ઊતરી પડી. નિર્ભય એકાન્ત, ઠંડુ હિમ જેવું પાણી ને સંધ્યાનો મનોરમ સમય ! રમણીર્વાદ લાજ-શરમ છોડીને જળક્રીડા કરવા લાગ્યું. સ્ફટિકશા જળમાં છબછબિયા કરતા એમના રૂપભય અંગપ્રત્યંગ, વારે વારે રણઝણાટ મચાવતાં હાથનાં કંકણે અને પાણીના પટ પર બિછાઈ ગયેલા એમના લાંબા કેશકલાપ, અદ્ભુત ચિતારાની કલ્પનાને પણ નિસ્તેજ બનાવી નાખે તેવું રમણીય દ્રશ્ય ખડું કરતાં હતાં.