________________ પરભ્રતિકા [ 8 ] કેટલાક દિવસો પછીની એક સવાર ઊઘડતી હતી. કામ વસંતની વાડીએ વાડીએ ગાનારી પરભૂતિકાઓને (કેયલોને) ઓધાનના મહિનાઓ પૂરા થતા હતા. નર અને માદાએ નવા સંસારની રાહમાં ડાળીએ ડાળીએ બેસી ગૂંજવા માંડ્યું હતું. કેટકેટલી પરભૂતિકાઓએ સંતાનને જન્મ આપ્યો હતો, પણ નગરી પરભ્રતિકાઓ ગાવા ને નાચવામાંથી નવરી પડે તે સંતાનને ઉછેરે ને ! એ તો જઈ જઈને પારકી માતાઓના માળા ભેગાં પોતાનાં સંતાન મૂકી આવી હતી, અને એ રીતે તરત નિવૃત થઈ રંગીલી રસીલી પરભૂત પાછી નર સાથે ગાવા લાગી ગઈ હતી. પણ એ નિષ્ફર પરભૂતિકાઓને ધીરે ધીરે એક વાતની પીડા જાગતી જતી હતી. પારકી માતાના માળામાં સંતાન તો મૂકી આવી પણ નારીના દિલમાં વસતું માતૃત્વનું વહાલસોયું મન થોડું મૂકતી