________________ 34 મહષિ મેતારજ પણ માતંગનાં આ કૂડાં વેણથી જાણે લક્ષ્મીજી રિસાઈ ગયાં હેય તેમ, દીકરી છએક દિવસે પરલોકગમન કરી ગઈ. દશેક દિવસે વિરૂપા ખાટલેથી ઊઠી ઘરમાં કામકાજ કરવા લાગી. માતંગ થોડા દિવસ ઉદાસ રહ્યો, પણ વિરૂપાની મેહજાળમાં ધીરે ધીરે બધું ભૂલી ગયો. પણ વિરૂપાની સ્થિતિ તે સંસારની વાટમાં ભૂલા પડેલા પ્રવાસી જેવી હતી. હસવું કે રડવું, આનંદ કરવો કે અશ્રુ સારવાં, શું કરવું એની સમજણ જ નહોતી પડતી. એનું વક્ષસ્થળ વિશાળ બન્યું હતું, એનો કંચૂકીપટ ફાટફાટ થતું હતું, અને અંદરથી જાણે કેઈ ધેધ બહાર ધસી આવવા ઘૂમરડા લઈ રહ્યો હતો. અંગપ્રત્યંગ વધુ ને વધુ પુષ્ટ બનતાં ચાલ્યાં હતાં. એના કદલીદળ જેવા હસ્ત વધુ સ્નિગ્ધ બન્યા હતા, એના કામદેવની કામઠી સરખા લાલ ઓષ્ઠ વધુ સુરક્ત બન્યા હતા; પણ શા કામના ! મનની પરવશતામાં એ હાથ ઘણીવાર કંઇ ગ્રહણ કરવા લાંબા થતા, એના ઓષ્ઠ કેઈની પ્રતીક્ષામાં વારેવારે નિષ્ફળ રીતે ઊઘડી જતા, વાતવાતમાં વક્ષસ્થળ ઊછળવા લાગતું. ઘેલો માતંગ વિરૂપાને જોઈ કહેઃ “પાકી ગલ જેવી થઈ છે.” અને બીજા બધાને પણ એવો મત હતે. છતાં વિરૂપાની સ્થિતિ પેલી પરભૂતિકાના જેવી હતી. પિતાના સંતાનને પારકા માળામાં હશે હેશે મૂકી આવી હતી. માનતી હતી કે વાત ભૂલાઈ જશે ને કાળનાં વહેણ વહેતાં રહેશે, પણ દીકરીનું મૃત્યુ થતાં વાત ન ભૂલાઈ આજ સવારથી એ બેચેન હતી. પાછું મનદુઃખ જાગ્યું હતું. પારકા માળામાં મૂકેલું પિતાનું સંતાન કેવું હશે ! માતંગનું માં લઈને આવ્યું હશે કે પોતાની આકૃતિ લઈને ! એનાં નેત્રો માતગ જેવાં