________________ કર્મની ગત 25 પરથી જ એને પસાર થવાનું હતું. એણે કમર પરના છરાને બંધ ઢીલ કર્યો, હાથમાં લાઠી મજબૂત પકડી ને મનમાં મંત્ર જપતા જપત આગળ વધ્યો. છતાં ય પેલી વ્યક્તિ તે પ્રતિમાશી ખડી હતી. ન હલન કે ન ચલન ! માતંગ લગભગ નજીક આવી ગયો હતો. ચાલવાની સાદી ગતિ છેડી હવે એ એકએક કદમ ઉઠાવીને ચાલતો હતો. પણ આ શું! પેલી વ્યક્તિ તે જેવી ને તેવી શાન્ત જ પડી હતી. નિજીવ, નિબંધ, નિચેતન, સંસારના કોઈ પણ વાતાવરણથી પર ! માતંગ એક હાથ છરા પર ને બીજો હાથ લાઠી પર મક્કમ રાખી આગળ વધ્યો. રખેને નજીક જતાં ઊછળીને આ પ્રેત કેટે બાઝે તે ! બેએક કદમનું છેટું રહ્યું, અને તારાના પ્રકાશમાં જોવા ટેવાયેલી એની આંખોએ તરત નિર્ણય કરી લીધું કે આ વ્યક્તિ કઈ પ્રેત-પિશાચ નહીં પણ કાયોત્સર્ગમાં ઊભેલા કેઈ મુનિરાજ છે. | મુનિરાજના વેશે કેઈ ધૂર્ત કાં ન હોય? કોઈ મેલું તત્ત્વ કેમ ન હોય? પણ એની શંકા ક્ષણવારમાં દૂર થઈ ગઈ ચતુર માતંગને પરખી લેતાં વાર ન લાગી કે આ મુનિરાજ તે જ પેલો બાળકુમાર અમર. ચિત્રશાળાના પાયામાં બલિ આપવા જેની માએ વેચેલે. ધન્ય કુમાર તારા વ્રતને ! ધન્ય તારી અહિંસાને! માતંગે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. રાત વધતી જતી હતી. મધરાતના શીળા વંટોળ હવે ઊઠવા લાગ્યા હતા. આજે તો બધેથી માતંગને મોડું થવાનું લખ્યું હતું. સ્નાન કરવા આવનાર રમણીર્વાદે પ્રારંભમાં મોડું કર્યું, ઘરથી નીકળતા વળી ડાહ્યલી વિરૂપાએ ઉપદેશ સંભળાવવા રોક્યો ને છેલ્લે છેલ્લે આ બનાવ બન્યો. પણ મોડું થયું તે થયું, મુનિજનનાં દર્શન તો પામ્યા, આ સંતોષ સાથે માતંગ ઉતાવળે આગળ વળે.