________________ કર્મની ગત 27 મારાં બેઠાં ઠગ! પેલા પુરાણું ખરું કહેતા હતા કે પુરુષનું ભાગ્ય અને સ્ત્રીનું ચરિત્ર દેવો પણ નથી જાણી શક્તા, તે બિચારા મનુષ્યનું શું ગજું?૧ " * આવનાર શ્યામવસ્ત્રધારી સ્ત્રી વનપ્રદેશમાં ચાલવાને અજાણું હોય તેમ લાગતી હતી. એ વારે વારે ઠેકર ખાતી છતાં અવાજ ન થાય તે રીતે સાવધાનીથી વર્તતી, આગળ વધતી હતી. થોડીવારમાં એ ઠેઠ મુનિરાજની પાસે પહોંચી ગઈ. ક્ષણવાર એ ધારી ધારીને મુનિરાજને જોઈ રહી. મુનિરાજ તો પ્રતિમા શા ખડા હતા ! પૂરો પાખંડી !" માતંગ મનમાં બબડ્યો; એના દિલમાં જબરો પુણ્યપ્રકોપ જાગી ઊઠયો હતો. અને પેલી સ્ત્રી વૃક્ષને વેલી વીંટાય, વાંદરીને બચું વળગી પડે તેમ જોરથી મુનિને વળગી પડી. પણ આ શું ! તેનો એક હાથ ઊંચો થયો. એ હાથમાં તારાઓના પ્રકાશમાં પણ તેજકણ વેરી રહેલી ધારદાર છરી તળાઈ રહેલી દેખાઈ. એ છરી બે વાર ઊંચી થઈને બે વાર નીચી નમી. કેઈ કુમળું વૃક્ષ મૂળથી ઉખડી પડે એમ મુનિરાજ ધરણી પર ઢળી પડ્યા. રત એક હાથમાં છરી પકડી પાછલે પગે નાઠી. ખૂન ! કતલ !" માતંગે અચાનક બૂમ પાડી. આ બૂમ ગંગાના નીરવ જળ પર થઈને સામાં કેતરમાં પડઘા પાડવા લાગી. પોતાનાં કૃત્યને કોઈ અજાણું આંખો નિરખી રહી છે, એનું ભાન આવતાં સ્ત્રી મૂઠીઓ વાળી હોડી તરફ નાસી. - માતંગ એને પીછો પકડવા જેવો આગળ ધસ્યો કે ગિરિકંદરાઓને પ્રજાવતો ઘુઘવાટ સંભળાયો. અંધારી રાત, નદીકિનારો અને 1 स्त्रियाश्चरित्रं पुरुषस्य भाग्यं, देवो न जानाति कुतो मनुष्यः //