________________ 26 મહષિ મેતારજ પણ આજની રાત એને માટે અનેક નવાજૂનીઓ લઈને આવી હતી. એ હજી થોડે દૂર ગયો હશે કે ગંગાના નીરમાં એક નાવડી તીવ્ર વેગે માર્ગ કાપતી આવતી દેખાઈ. કેઈ પિતાને લેવા તે આવતું નથી, એ જેવા માતંગ થોડીવાર ઊભો રહ્યો. હેડ ઉતાવળે કાંઠે આવી લાંગરી. એમાંથી શ્યામ વસ્ત્રાચ્છાદિત એક વ્યક્તિ ધીરેથી નીચે ઊતરી આવી. માતંગ સાવધ થઈ ગયો, કિનારા પરના વૃક્ષની પાછળ ઝડપથી લપાઈ ગયે. હોડીમાંથી ઊતરેલી વ્યક્તિએ એક વાર ચારે તરફ જોયું. હોડીમાં બેઠેલ માણસ સાથે કંઈ વાત કરીઃ પેલે હોડી પર ઊભો થઈ સ્મશાન તરફ આંગળી ચીંધવા લાગ્યો. મધરાતનો એક મેટો વટેળ આંબાવાડિયામાંથી આવી ચકરડી-ભમરડી ખાવા લાગ્યો. એ વંટોળે શ્યામ વસ્ત્રાચ્છાદિત વ્યક્તિના શિરોઇનને કાઢી નાખ્યું. રબી ! માથેથી વસ્ત્ર ખસી જતાં કાળો ભમ્મર કેશકલાપ ને રમણીમુખ તારાઓના તેજમાં માતંગે જોઈ લીધું! કઈ ઓરત ! કઈ અભિસારિકા તે નહિ હોય? અહ, વેશ છોડ્યો, પણ વાસના છોડાય છે ! માતંગના મનમાં મુનિરાજ કેઈ છદ્મવેશી લાગ્યા. રાત તે આગળ વધતી જતી હતી. વનેચરે ય હવે બેડ તરફ પાછાં કરતાં હતાં, ને ત્યાં પલ્લીમાં ન જાણે શું થયું હશે ! છતાં અદ્દભુતતા પ્રત્યેની માનવસહજ જિજ્ઞાસા માતંગને પકડી રહી. એણે વૃક્ષની એથે લપાઈ બધું નિરખવાનો નિર્ણય કર્યો ને સવારે જ્ઞાતપુત્રના ધર્મ પર કલંકસમાન આ સ્વાર્થ સાધુઓને છડેચોક ઉઘાડા પાડવાની ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા કરી. - પેલી સ્ત્રી ધીરે ધીરે આગળ વધતી હતી, પણ મુનિરાજની શાન્તિમાં લેશમાત્ર ખલેલ નહતી પહોંચી. એ તે હતા તેવા ને તેવા ધ્યાનસ્થ હતા !