________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
જૈન શાસનમાં સાધુનાં પાંચ મહાવ્રત, અને શ્રાવકનાં બાર વ્રત, બધાં જ, હિંસાને અટકાવવા માટે જ છે. જ્યાં હિંસા હોય, ત્યાં ધર્મ રહે જ નહીં. અહિંસા સમજવા અને સાચવવા માટે જ, સેંકડો કે હજારે પુસ્તક લખાયાં છે. જ્ઞાન-દર્શનચારિત્રને, મોક્ષમાર્ગ માન્ય નથી. પરંતુ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રને જ મેક્ષમાર્ગ મનાય છે.
પ્રશ્ન : આજ્ઞા એટલે શું? આજ્ઞા કોને કહેવાય ?_..
ઉત્તર : જેમ પ્રારંભમાં –બાલ્યાવસ્થાથી યાવત માતાપિતા વડીલે હયાત હોય ત્યાં સુધી, ધર્મ અને નીતિથી અવિરુદ્ધ માતાપિતાનું વચન માનવું-સ્વીકારવું. પ્રસન્નતા અને નમ્રતાથી, તેમની શિખામણ મસ્તક ઉપર ચડાવવી. વડીલને દુઃખ થાય એવું આચરણ પણ ન કરવું. તે જ પ્રમાણે સમજીને, વીતરાગ વચનમાં વિશ્વાસ વધારવો.
પ્રશ્ન : કઈ વાર માતાપિતા ખોટે હઠાગ્રહ કરે તે, આપણે શું કરવું?
ઉત્તર : પ્રાયઃ વડીલો પિતાનાં સંતાનનું ભલું જ ઇચ્છનારા હોય છે. તેથી તેઓ પિતાના બાળકોનું ભવિષ્ય બગડી જાય તેવું કરે નહીં, અને સમજફેર કે લેભાદિના વશ બનીને, ભૂલ કરી નાખે તો પણ. સોટકા નસીબને ભરોસો રાખનારા મહાપુરુષે શ્રીચંદ્રકુમાર, રામચંદ્રકુમાર, ભીમસેનાદિ ચાર પાંડે, શ્રેણિકકુમાર, અશેકપુત્ર કુણાલ, (મહારાજ-સંપ્રતિના પિતાજી) વિગેરે હજારે રાજપુત્રો અને શ્રેષ્ઠી પુત્રએ, પિતાના હકોને જતા કરીને પણ, વડીલોની આજ્ઞા પાળી છે. અને તેમના આલોક-પરલોક બગડયા નથી પણ સુધર્યો છે.
પ્રશ્ન : વડીલની આજ્ઞા ન પળાય તે નુકસાન થાય છે?
ઉત્તર : જ્યાં વડીલેની આજ્ઞા હોય, ત્યાં ચેકસ સંપ હોય જ. સંપ હોય તે ઝગડા ન થાય. કુટુંબની આબરૂ વધે. ઘણા માણસનું કુટુંબ સાથે વસે છે. નરમ-ગરમ પણ પોષાય છે. દેખાદેખીથી ધર્મની પ્રાતિ-સમજણ રક્ષણ થાય છે. ભગિની-પુત્રીવધૂઓના શીલગુણનું રક્ષણ થાય છે. વેપાર ધંધા વિગેરેમાં પણ પહોંચી વળાય છે. જગતમાં કહેવત છે કે “જો તેનું જોર” ઘણુ માણસેના સમુદાયનું કુટુંબ હોય તેને કઈ પરાભવ કરી શકતું નથી. કહ્યું છે કે, जन्तूना मल्पसाराणां, समवायोहि दुर्जयः । तृणैर्विधीयते रज्जु धन्ते दन्तिनः तया ॥१॥
અર્થ : અલ્પ શક્તિવાળા પણ ઘણા એકઠા થાય છે, તેને કઈ પરાભવ પમાડી શકતું નથી. પરંતુ મોટો સમુદાય, બળવાનને પણ જીતે છે. જેમકે ઘાસ નિર્બળ વસ્તુ હોવા છતાં, તેના તાંતણાથી બનાવેલા દેરડાંથી, હાથીઓ. ઉપલક્ષણથી-ઊંટ, ઘેડા, બળદ, પાડા, સિંહ બંધાય છે.