________________
સમાયણી એટલે દીક્ષાની ખાણ
૧
શ્રી મુનિસુવ્રતપ્રભુના શાસનમાં થયેલા આઠમાં બળદેવ-વાસુદેવ અને પ્રતિ-વાસુદેવ શ્રી રામચન્દ્રજી-લક્ષ્મણજી અને શ્રી રાવણ આ ત્રણ ઉત્તમ પુરુષનાં જીવનની કથાના પ્રારંભમાં પ્રવચનગારુડી પરમગુરુદેવશ્રીએ ઐરાવણ વેચીને રાસભ ખરીદવાના દૃષ્ટાંત તરીકે વાસુદેવ-પ્રતિવાસુદેવને વર્ણવ્યાં છે.
પછી શાસન પામેલા મહાનુભાવોનું હૈયું કેવું હોય તે વર્ણવતાં અર્હદ્દાસશ્રેષ્ઠિ અને શ્રીશ્રેણિકમહારાજાના પ્રસંગપૂર્વક હિતૈષીવાલી થવાનો દાવો કરનારા આજના લોકોની ઉલટ તપાસ કરી છે અને સંપ્રતિ મહારાજ અને તેમની માતાનો પ્રસંગ વર્ણવ્યો છે.
તથા દેવતાઓને શ્રાવકકુળમાં આવવાનું :- થાય તેના અદ્ભુત કારણો રજૂ કરીને તો પ્રવચનકાર મહર્ષિએ કમાલ કરી છે છેલ્લે આજ્ઞા, આજ્ઞાનો સ્વીકાર, આજ્ઞા કરનારની જવાબદારી વિગેરે વાતોનું સ્પષ્ટીકરણ કર્યું છે.
-શ્રી