________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
થી જૈન રામાયણ ૨૩૬
રજોહરણની ખાણ જાતનો ભાગ લીધા વિના મૌનપણે બેસી રહે છે એ કુલીન સ્ત્રીઓ માટે પોતાના પતિ માટેના સંવાદમાં મૌન રહેવું, એ જ પ્રાય: ભૂષણરૂપ ગણાય છે.
ઉપહાસનું ભયંકર પરિણામ પણ આ રીતના નિર્દોષ વિનોદે અને શ્રીમતી અંજનાસુંદરીના મૌન, પવનંજયના હૃદયમાં કોઈ જુદા જ પ્રકારની અસર ઉત્પન્ન કરી. શ્રીમતી અંજનાસુંદરીના તીવ્ર અશુભોયે, આ પ્રસંગે પવનંજયના હદયમાં ભયંકર પ્રકારનો કોપાગ્નિ પ્રગટાવ્યો. ખરેખર, કર્મની ગતિ જ કોઈ અચિંત્ય છે. અન્યથા, જેણીના રૂપદર્શન માટે જેણે લજ્જા અને મર્યાદાનો ત્યાગ કર્યો અને પોતાની પ્રિય એવી પત્નીને પરણવા પૂર્વે બતાવવા માટે પોતાના મિત્રને આગ્રહ કર્યો તથા ચોરની જેમ જેના મહેલમાં પેસીને જે જેને સ્થિર દૃષ્ટિએ જોઈ રહ્યો હતો, તે એકદમ એક નહિ જેવા પ્રસંગને પામીને ભયંકર દુર્ભાવથી ગ્રસ્ત કેમ જ બની જાય ? ખરેખર, શ્રીમતી અંજનાસુંદરીના અશુભોદયે પવનંજયની મનોદશા જ ફેરવી નાખી અને એના યોગે પવનંજય તે બે સખીઓના વાર્તાલાપને સાંભળીને વિચારવા લાગ્યો કે
“अस्याः प्रियमिदं नूनं, तेन नैषा निषिधति ।"
‘આ અંજનાનું નક્કી આ વાત પ્રિય લાગે છે, તે જ કારણથી આ અંના આ વાતનો નિષેધ નથી કરતી ! અર્થાત્ જો આ વાત તેને પ્રિય ન હોય, તો આનો નિષેધ કરવો જ જોઈએ. પણ નિષેધ નથી કરતી એથી સ્પષ્ટ છે કે મિશ્રકાનું કથન આને પ્રિય છે.”
આ પ્રમાણેના વિચારથી કોપાયમાન થયેલ પવનંજય, અંધકારમાંથી અકસ્માત્ જેમ નિશાચર પ્રગટ થાય, તેમ તલવાર ખેંચીને પ્રગટ થયો ! અને રોષથી જે બેના હૃદયમાં વિઘુપ્રભ વર્તે છે, તે બંનેના મસ્તકને પણ છેદી નાખું. આ પ્રમાણે બોલતો તે પવનંજય ચાલવા