________________
શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
રીતે જૈન રામાયણ ૨૮૨
આ રજોહરણની ખાણ અને તે અટવીમાં આવેલા એક પર્વતના કુંજમાં એક વૃક્ષ હતું, તે વૃક્ષની નીચે બેસીને તે વિલાપ કરવા માંડી.
વિલાપમાં પણ આવી મહાસતીઓ શું બોલે છે અને શું વિચારે છે, તે આપણે હવે પછી જોશે પણ એ વિચારો કે અશુભ કર્મનો તીવ્ર ઉદય આત્માનેકેવી-કેવી ભયંકર દશામાં ધકેલી દે છે ? આવી દશામાં જીવવું એ કેટલું કઠીન છે? ઘણુંય કઠીન છે, તે છતાંપણ કર્મવશ જીવવું જ પડે છે ! એમાં કોઈનો પણ કશો જ ઉપાય ચાલી શકતો નથી એ સુનિશ્ચિત છે. આપણે માની લઈએ કે સાસુ તો પારકી હતી પણ પિતા આદિ આવી રીતે કેમ વર્તી શકે ? પણ અશુભ કર્મના ઉદય સમયે આવું કશું જ પૂછી શકાતું નથી. આજ કારણે જ્ઞાની પુરુષો જગતની સમક્ષ સંસારની અસારતાનું જ જોરશોરથી વર્ણન કરે છે અને ફરમાવે છે કે ધર્મ સિવાય આ આત્માને સંસારમાં કોઈ જ સાચું આશ્વાસન આપનાર કે સાચી શાંતિ પમાડનાર નથી. અને એ જ કારણે ધર્મ ખાતર સર્વસ્વનો, એટલે કે માતા-પિતાનો પણ ત્યાગ વિહિત છે. અર્થાત્ આ વિશ્વમાં એકપણ વસ્તુ એવી નથી કે - જે ધર્મની આડે આવતી હોય છતાં પણ તેનો ત્યાગ ન કરી શકાય ! આથી એ સિદ્ધ છે કે જે લોકો અન્ય-અન્ય વસ્તુને આગળ ધરીને ધર્મને પાછળ કરવા માંગે છે, તે લોકો ખરેખર જ મોહમુગ્ધ કહેવાય. તો જે લોકો જો પ્રભુશાસનને પામવાનો દાવો કરે છે અને જે લોકે પ્રભુશાસનના પ્રચારકપણાનો ઈલકાબ લઈને ફરે છે, તે લોકો જો મોહમુગ્ધ લોકોની ભેગા ભળી જાય, તેઓની વાતોમાં હા, જી હા, કરે અને સંસારની સુંદરતામાં મોહમુગ્ધોના સુરમાં પોતાનો સુર પૂરે, તો તે લોકોને કઈ કોટિમાં મૂકાય? એ ખાસ વિચારવા જેવું છે !
‘અશુભના ઉદય સમયે એક નહિ જેવી પણ સહાય નહી કરી શક્કાર, એટલું જ નહિ પણ વખતે ફટકાર કરવાને પણ તૈયાર થનાર