________________
નામની એક પત્ની હતી. એ પત્ની દ્વારા તે પ્રિયનંદી' નામના વણિક્ત એક પુત્ર હતો. તેનું નામ તેના માતા-પિતાએ ‘દમયન્ત' પાડ્યું. તે ‘દમયન્ત' ચંદ્રમાની માફક કલાઓનો નીધિ દમપ્રિય હતો અને દમપ્રિય તે કહેવાય છે કે જેને ઈંદ્રિયોનું દમન કરવું પ્રિય હોય આ દમયન્ત પણ એવી જ રીતે દમપ્રિય હતો. તે દમયન્ત કોઈ એક દિવસ ક્રિીડા કરતો-કરતો એક ઉદ્યાનમાં પહોંચી ગયો. એ ઉદ્યાનમાં તેણે સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એવા સાધુઓને જોયા અને એ સાધુઓ પાસે શુદ્ધબુદ્ધિવાળા તે દમયન્ત ધર્મને સાંભળ્યો સાંભળ્યો એટલું જ નહિ, પણ તે સાંભળેલો ધર્મ તે પુણ્યશાળી આત્માને રચ્યો પણ ! એ ધર્મ રચવાના પરિણામે તેણે તે સાધુઓ પાસે સમ્યત્વનો સ્વીકાર કરવા સાથે વિવિધ પ્રકારના અભિગ્રહોને અંગીકાર કર્યા અને સાધુઓને યથોચિત અને અનિંદિત ઘન દીધું તે પછી તપ અને સંયમમાં જ રક્ત રહેતો તે કાળક્રમે મરીને દેવલોકમાં પરમઋદ્ધિવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવીને ‘જંબુદ્વિપ' માં આવેલા ‘મગૉક' નામના નગરના નરેશ ‘શ્રી હરિચંદ્ર નામના રાજાના અને તે રાજાની પ્રિયંગુલક્ષ્મી' નામની રાણીના પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં માતા-પિતાએ તેનું નામ ‘સિંહચંદ્ર પાડયું. ‘સિંહચંદ્રના ભવમાં પણ તે શ્રી ક્લેિશ્વરદેવે ઉપદેશેલા ધર્મને પામ્યો. તે ભવમાં પણ તેણે પામેલા શ્રી જિનેશ્વરદેવના ધર્મના આરાધ્યો અને ક્રમયોગે ત્યાંથી પણ કાળધર્મ પામીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો.
દેવલોકમાંથી ચ્યવીને તે આજ ‘જંબુદ્વિપ ના ભરતક્ષેત્રમાં આવેલા વૈતાઢય' નામના પર્વત ઉપર વારૂણ નામના નગરમાં ‘સુકંઠ' નામના રાજા અને કાકોદરી' નામની રાણીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો અને તેનું નામ ત્યાં ‘સિંહવાહન' પાડવામાં આવ્યું. ત્યાં ઘણા કાળ સુધી રાજયને ભોગવીને તે ‘સિંહવાહને તેરમાં તીર્થપતિ શ્રી વિમલનાથ સ્વામિ'ના તીર્થમાં વિચરતા શ્રી લક્ષ્મીધર નામના મુનિવરની પાસે વત અંગીકાર કર્યું. એટલે કે દીક્ષા લીધી. અને દુષ્કર તપને તપ્યો
'શ્રી હનુમાનનું અવતરણ...૮
૨૯૩ રાક્ષશવંશ
અને વાનરવંશ -
(