Book Title: Jain Ramayan Part 01
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 365
________________ ‘પ્રતિસૂર્ય તૈયારી કરી, તેટલામાં આશ્રય આપવા માટે એક પહાડ સમા શ્રી હનુમાને એ પ્રમાણે કહેવા માંડયું કે “ફુટેવ સિઝનં તતૉ ? જોધ્યાક્યહમ જિs: ? प्रहरेहाहुना को हि, तीक्ष्णे प्रहरणे सति ॥१॥" હે પિતાઓ ! આપ અહીં જ રહે, કારણકે – દુશ્મનોને તો હું પણ જીતીશ વળી તીક્ષ્ણ પ્રહરણની હયાતિમાં એવો કોણ હોય કે જે બાહુથી પ્રહાર કરે ? અર્થાત્ કોઈ જ નહિ .” આ પ્રમાણે કહીને શ્રી હનુમાન પોતાના વડીલોને એમ સૂચવે છે કે તીક્ષ્ણ પ્રહરણ જેવો હું બાળ આપની સેવામાં હાજર હોવાથી આપ જેવા વડીલોને યુદ્ધમાં જવાની કશી જ જરૂર નથી કારણકે જે દુશ્મનોને જીતવા માટે આપ પધારો છો, તે દુશ્મનોને જીતવાનું કામ હું પણ કરી શકીશ.” ખરેખર જ, આત્મા જે સંસ્કારમાં ટેવાય તે સંસ્કાર ઝટ જાગૃત થાય. શ્રી હનુમાન બળવાન છે, એ તો આપણે જોઈ જ ગયા છીએ કારણકે જન્મ્યા તે જ દિવસે એટલે કે પહેલા જ દિવસે શ્રી હનુમાન વિમાનમાંથી ઉછળી પડ્યા હતા અને તેમના શરીરના આઘાતથી એ પહાડની શીલાનો ભુક્કો થઈ ગયો હતો, એ વાત આપણે કાંઈ ભૂલી ગયા નથી. આ સ્થળે વિચારવાનું એ જ છે કે આ બળ ક્યાંથી આવ્યું ? શું હાડકાં વાળવાથી આવ્યું? નહિ જ, કારણકે હાડકાં વાળતા તો વળે પણ અને ઉતરી પણ જાય અને કદાચ તેમ કરતાં મરી પણ જ્વાય તેમજ પુણ્યોદય હોય તો સારા પણ થવાય છતાંય એ બળ કેટલું? કહેવું પડશે કે ઘણું જ અલ્પ ! આથી જ એક મહાત્માએ કહ્યું હતું કે ‘વીર્યંતરાયના ક્ષયોપશમથી બળ મળે છે યાને બળ એ વીર્યંતરાયના ક્ષયોપશમનું ફળ છે. એટલે એ કથન ઉપરથી તરત ઉલટું લેવામાં આવ્યું અને મૂર્ખાઓએ કહેવા માંડયું કે “જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે જેમ જ્ઞાનનો અભ્યાસ આદિ પ્રયત્નનો નિષેધ નથી, તો પછી બળ મેળવવા માટેના પ્રયત્નો શ્રી હનુમાનનું અવતરણ...૮ , રાક્ષશવંશ , ૩ ૨૩ રાક્ષશવંશ ( અને વાનરવંશ

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374