________________
વાસુદેવ તથા પ્રતિવાસુદેવ નિયાણું કરીને આવ્યા છે, માટે એમનું બળ મોટેભાગે દુર્ગતિમાં લઈ જનારું થાય. એમને પણ બળ તો ધર્મથી જ મળ્યું છે. પૂર્વે અખંડ રીતે સંયમ આરાધેલ આરાધતી વખતે પદ્ગલિક લાલસા નહિ માટે બળ મળ્યું સંયમ આરાધતા આરાધતાં નિમિત્ત યોગે બુદ્ધિ કરી અને નિયાણું ક્યું. તેથી તેમના બળનો ઉપયોગ ઉંધે માર્ગે પણ થાય છે. ચક્રવર્તીમાં પણ નિયાણું કરીને આવે તેઓની એ જ દશા. સુભૂમ તથા બ્રહ્મદત્ત એ બે ચક્રવર્તી નિયાણું કરીને આવ્યા હતા અને તેના યોગે તેઓ નરકે અને તે પણ સાતમીએ ગયા છે. હનુમાન આવા બળવાન, પણ આગળ જોશો કે કયા નિમિત્તે અને કેટલી મીનિટમાં વૈરાગ્ય પામે છે અને વૈરાગ્ય આવ્યા પછી તરત જ કેવી રીતે ચાલી નીકળે છે. આવા પુણ્યવાન બળવાનો મરતાં સુધી પાપપરાયણ રહે જ કેમ? યોગ્ય આરાધનાના યોગે વીર્યંતરાયના ક્ષયોપશમથી બળ મેળવનાર આત્માઓ, મળેલ બળને મોટાભાગે આત્મકલ્યાણના માર્ગે જ ખરચે. એ માર્ગે આદરે એટલે એવું બળ ખરચે કે ન પૂછો વાત એટલે કે એ આત્માઓ માટે તો એ બળના યોગે મુક્તિ અથવા તો શુદ્ધ ક્ષયોપશમની પ્રાપ્તિ જ મહત્ત્વની બને.
હવે શ્રી હનુમાન આગળ વધીને કહે છે કે “થાનત્વનુવંધ્યોરિx, યહૂર્ણનનમ્ ? પૌરુષવરે પ્રાપ્લે, ન પ્રમાાં વય: રવનું ”
“હે પિતાઓ ! બાળ હોવાથી હું અનુકંપા-દયા કરવા યોગ્ય નથી, કારણકે આપના કુળમાં જન્મ લેનારાઓને પરાક્રમના અવસરે વય પ્રમાણભૂત ગણાતી નથી, એટલે કે ગમે તેવી નાની વયમાં પડેલો આત્મા પણ આપના કુળમાં જન્મેલો હોય, તો તે પરાક્રમના અવસરે પાછો પડતો નથી."
| વિચારો કે ઉત્તમ કુળની ઉત્તમત્તા કેવી હોય છે ? શું જૈન કુળ જેવું-તેવું ઉત્તમ છે. ? જૈન કુળમાં જન્મેલા એવા તમે, નાના પણ શ્રી વીતરાગના જ દીકરાને ! શ્રી વીતરાગના દીકરાને નાની વયમાં પણ as, રાક્ષશવંશ પર તે
'શ્રી હનુમાનનું અવતરણ...૮
અને વાનરવંશ