________________
4]
જૈન રામાયણઃ ૩૨૪
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
રજોહરણની ખાણ નિષેધ છે જ નહિ પણ જેમ જ્ઞાનાભ્યાસથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે, તેમ હાડકાં વાળવાથી વીર્યંતરાય કર્મનો ક્ષય થાય છે !' આ પ્રમાણે કહેનારા ઉન્મત્તોને ઉપકારીઓ ફરમાવે છે કે જે રીતે એ કર્મનો ક્ષય થાય છે તે રીતના પ્રયત્નો કરો. કર્મના સ્વરૂપને અને તેના ક્ષય તથા ઉપશમને જરા સમજો તો ખરા !”
શ્રી તીર્થંકરદેવમાં અનંત બળ અને તે સિવાયના પણ ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ અને ચરમશરીરી આત્માઓ એ બધા બળમાં કેવા ? ન પૂછો વાત પણ એ બળ આવ્યું ક્યાંથી ? કહેવું જ પડશે કે - પૂર્વ સંયમના આરાધને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમે બળ લઈને જ આવેલ છે. એવા આત્માઓના સ્નાયુ વગેરે તો જન્મથી જ મજબૂત હોય. સંવનન છ જાતનાં છે, છતાં છેલ્લું કેવું હોય ? એનાં હાડકાં પરાણે સચવાય તેલ ચોળો, માલીસ કરો અને સાચવો તો પરાણે સીધા રહે ! જયારે પહેલા સંહનલનાં હાડકાંને બે બાજુ મર્કટબંધ અને ઉપર મોટો પાટો હોય અને એના પર ખીલો હોય, એ હાડકાંને વાંધો આવે જ નહિ. બળવાનનાં હાડકાંનું બંધારણ જ એવું મજબૂત હોય, માટે ગાંડાની વાતોમાં હાજી ભણશે તો તો હાડકાં ઉતરી જશે અને આરાધકને બદલે વિરાધક થવાશે. વ્યવહારમાં છો કરવું પડતુ હોય અને કરતા હો તે વાત જુદી, પણ પછી એમાં ભગવાન્ શ્રી મહાવીર પરમાત્માની મહોર છાપ ન મારતા ! શરીર-શરીર શું કરો છો ? શરીર તો કૈંકના સારા દેખાય, પણ પડે ઉગમણી બૂમ, આપ આથમણા ધાયે એવા પણ કૈક હોય છે. શરીર ઉપરથી મમતા નથી ઉતરી, તે ‘આમ કરું ને તેમ કરું એ ક્યાં સુધી કહે ? વાણીયાનું બળ પેઢી પર. અટવીમાં જો કોઈ મળે તો હું હું કરીને હોય તે પણ આપી દે, કેમકે તે પોતાની હાલત સમજે છે. આ બધા પુણ્યવાનો બળ લઈને આવેલા, એમના બળનો ઉપયોગ જેટલો દુનિયામાં થવાનો, તેના કરતાં કંઈ ગુણો ઉપયોગ આત્મકલ્યાણની સાધનામાં થવાનો.