Book Title: Jain Ramayan Part 01
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 368
________________ રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ ગીર જૈન રામાયણ , ક . રજોહરણની ખાણ વૈરાગ્ય સાથે વૈર ન હોય. ગાંડા – ઘેલા જૈનને પણ વૈરાગ્યથી વૈર ન હોય. જેન વૈરાગ્યની ફરતો લ્લિો ન કરે પણ વૈરાગ્ય પ્રાપ્તિના રસ્તા ખૂલ્લા કરે શું કોઈપણ કાળે વૈરાગ્યને અટકાવવા માટે શ્રી વીતરાગનો દીકરો વૈરાગ્યને ફરતી વાડો કરે ? નહિ જ, અને કરે તો તે ન પણ નહિ જ. હવે, આ પ્રમાણે તે બંનેય વડીલોને અતિશય આગ્રહથી રોકીને અને આજીજી પૂર્વક પૂછીને, તે બંનેથી મસ્તક ઉપર ચુંબિત થયેલા અને દુર્વાર પરાક્રમી એવા શ્રી હનુમાન પ્રસ્થાપનનું મંગલ કરીને મોટા સામંતો, સેનાપતિઓ અને સેંકડો સેનાઓના પરિવારની સાથે શ્રી રાવણની છાવણીમાં ગયા. સાક્ષાત્ જયના જેવા આવતા અને પ્રણામ કરતા એવા શ્રી હનુમાનજીને જોઈને શ્રી રાવણે આનંદપૂર્વક પોતાના ખોળામાં બેસાડ્યા. ત્યારબાદ શ્રી રાવણ યુદ્ધને માટે વરૂણ' રાજાની નગરી પાસે ઉભો રહ્યો અને સામેથી વરૂણ તથા વરૂણના સો પરાક્રમી પુત્રો યુદ્ધ માટેની પોતાની નગરીમાંથી બહાર નીકળ્યા. બહાર નીકળીને અને સામે આવીને વરૂણના પુત્રો શ્રી રાવણને યુદ્ધ કરાવવા લાગ્યા અને વરૂણ પણ સુગ્રીવ આદિ વીરોની સાથે યુદ્ધ કરવા લાગ્યો. શ્રી હનુમાનજીનો શ્રી રાવણ આદિએ કરેલો સત્કાર આ યુદ્ધમાં જેમ જાતિવાન શ્વાન ડુક્કરને મૂંઝવી નાખે, તેમ ક્રોધથી લાલ નેત્રવાળા થયેલા અને મહાપરાક્રમી એવા વરૂણના પુત્રોએ શ્રી રાવણને ખિન્ન-ખિન્ન કરી નાંખ્યા. બરાબર એ જ અરસામાં એકદમ એ ભયંકર એવા શ્રી હનુમાનજી ત્યાં આવી પહોચ્યા અને આવીને ક્રોધથી દુર્ધર કેસરી જેમ હસ્તીઓને યુદ્ધ કરાવે, તેમ ક્રોધથી દુર્ધર બનેલા શ્રી હનુમાનજી વરૂણના પુત્રોને યુદ્ધ કરાવવા લાગ્યા. અને ક્રોધથી લાલ થઈ ગયું છે મુખ જેમનું એવા શ્રી હનુમાનજીએ, વિઘાના સામર્થ્યથી તે વરૂણ

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374