________________
પુત્રોને સ્તબ્ધ કરી નાખ્યા અને જેમ પશુઓને બાંધી લે તે વરૂણનાં સોએ પુત્રોને બાંધી લીધા.
આ પ્રમાણે પોતાના પુત્રોને બંધાયેલા જોઈને અતિશય કોપાયમાન થયેલ વરૂણ, દોડતો હાથી જેમ માર્ગમાં આવતા વૃક્ષોને કંપાવે, તેમ સુગ્રીવ આદિ વીરોને કંપાવતો હનુમાનજી તરફ દોડી ગયો અને પર્વત જેમ ધસ્યા સુગ્રીવ આવતા નદીના પૂરને વચમાં સ્ખલના પમાડે, તેમ ધસી આવતા વરૂણને બાણોની શ્રેણિને વરસાવતા શ્રી રાવણે વચમાં જ સ્ખલિત કર્યો એટલે કે અટકાવી નાખ્યો. અટકાવવાથી અતિશય ક્રોધાંધ બનેલ વરૂણ, બળદ સાથે બળદ અને હાથી સાથે હાથી લડે, તેમ શ્રી રાવણ સાથે ઘણા સમય સુધી લડ્યો.
એ રીતે લડતા વરૂણને સઘળા પરાક્રમીઓએ આકુળ-વ્યાકુળ કરી નાખીને, છલને જાણનાર રાવણે ઉછાળીને જેમ ‘ઈંદ્ર’ રાજાને બાંધી લીધો હતો, તેમ બાંધી લીધો કારણકે ‘સર્વત્ર છળ જ બળવાન છે.’ તે
પછી –
"ततो जयजयारावै
मुखरीकृतदिङमुखः
स्कंधावारं पृथुस्कंधो, जगाम दशकंधरः ॥॥१॥" “રાવનો વરુવં તેમ, सह पुत्रैर्वशंवदम् । મુમોઘ પ્રાળિવાતાંતઃ, પ્રોવો હિં મહાત્મનામ્
”
“જય જય” શબ્દોથી દિશાઓના મુખને શબ્દમય કરતા અને વિશાળ સ્કંધવાળા શ્રી રાવણ પોતાની છાવણીમાં ચાલ્યા ગયા.
-
ܐ
અને “ત્યાં પોતાના પુત્રોની સાથે વશ થઇને રહેવાનું કબુલ કરનાર વરૂણને શ્રી રાવણે બંધનથી મુક્ત કર્યા. કારણકે - મોટા આત્માઓનો પ્રકોપ, જયાં સુધી સામો પ્રણિપાત નમસ્કાર ન કરે ત્યાં સુધી જ હોય છે.”
રાક્ષશવંશ
૩૨૭ અને વાનરવંશ
મુક્ત થયેલ ‘વરુણ' રાજાએ પોતાની ‘સત્યવતી' નામની પુત્રી શ્રી હનુમાનજીને આપી, કારણકે પોતે જ જેનું પરાક્રમ જોયું એના એવા સર્વમાન્ય થઈ શકે તેવા જામાતાની પ્રાપ્તિ સંસારમાં દુર્લભ મનાય છે.
શ્રી હનુમાનનું અવતરણ...૮