Book Title: Jain Ramayan Part 01
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 373
________________ સમય અને સૂરિમ સિદ્ધહસ્તલેખક પૂ.આ.શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય-વિરચિત ૧૦ પર્વો/વિભાગોમાં વિસ્તૃત/ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રનાં સાતમાં પર્વમાં રામાયણ તરીકે પ્રસિદ્ધ કથાવસ્તુ વર્ણિત છે. શલાકા-પુરુષનો અર્થ ઉત્તમ પુરુષ થાય. એથી સાર્થક નામ ધરાવતાં આ ચરિત્રમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, નવનવની સંખ્યા ધરાવતા બળદેવો-વાસુદેવો અને પ્રતિવાસુદેવોનાં જીવન રજૂ થયાં છે. શ્રી મુનિસુવ્રત સ્વામીજી ભગવાનના કાળમાં થઈ ગયેલા આઠમા બળદેવ રામચન્દ્રજી, વાસુદેવ રાવણ અને પ્રતિવાસુદેવ લક્ષ્મણજીની જીવન-કથા એટલે જ રામાયણ ! રામાયણ એટલે રજોહરણની ખાણ ! આ જાતનો સૌ પ્રથમ પરિચય જૈન જગતને કરાવનારા પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ હતા. વિ.સં. ૧૯૮૫/૧૯૮૬ની સાલમાં મુંબઈ લાલબાગ ભૂલેશ્વરના આંગણે આ જ પૂજ્યશ્રીએ જૈન રામાયણના આધારે આપેલાં પ્રવચનોના પ્રભાવે જ જૈન જગતને એવો ખ્યાલ આવવા પામ્યો હતો કે, જૈન રામાયણ એટલે જ રજોહરણની ખાણ ! જેમાં પાને પાને અને પાત્રે પાત્રે જોવા મળે દીક્ષાનું સન્માન ! રામાયણની રસધારાના સૌ પ્રથમ ઉદ્દગાતા બનવાનું શ્રેય જેમના શિરે અભિષેકી શકાય, એવા આ પૂ. પ્રવચનકારશ્રી જ આગળ જતાં વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તરીકે રામાયણ એટલે સંસ્કૃતિનો આદર્શ આ રીતની અનોખી ઓળખાણ અજૈનોને પણ આપવાના યશભાગી બનવા સફળ રહ્યા હતા. વિ.સં. ૨૦૦૭માં અમદાવાદમાં પ્રેમાભાઈ હોલમાં પ્રતિ રવિવારે જાહેર પ્રવચનો રુપે પૂ. પ્રવચનકારશ્રીએ રામાયણના માધ્યમે સંસ્કૃતિનો સંદેશ સુણાવ્યો અને અમદાવાદનાં અનેક દૈનિકોએ સ્વયંભૂ પ્રેરણાથી પ્રેરિત બનીને એ સંદેશનો જે રીતે વ્યાપક ફેલાવો કર્યો, એના પ્રતાપે જ અજૈન જગતને પણ એ વાતનો ખ્યાલ પામ્યો કે, જૈનોનું પણ એક અદ્ભુત રામાયણ છે અને સંસ્કૃતિના અજોડ આદર્શથી એ સમૃદ્ધ છે. આવવા આમ, જૈન-અજૈન જગતમાં રામાયણના પ્રથમ પ્રવક્તા- પ્રવચનકાર તરીકેનાં માનસન્માનના એકમાત્ર અધિકારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં શ્રીમુખે વિવેચિત જૈન રામાયણની પુસ્તક શ્રેણીને વાંચીશું, તો રામાયણ એટલે રજોહરણની ખાણ અને રામાયણ એટલે સંસ્કૃતિનો આદર્શ-આ જાતનો પરિચય કેટલો બધો યથાર્થ છે, એ સમજાઈ ગયા વિના નહીં જ રહે. આ શ્રેણીનું આકર્ષક સંપાદન-સંકલન કરીને પ્રસિદ્ધ પ્રવચનકાર આચાર્ય શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરિજીએ તથા પ્રકાશનલાભ લઈને પિંડવાડા નિવાસી લાલચંદજી છગનલાલજી પરિવારે અદ્ભુત ગુરુભક્તિ અદા કર્યાનો અહેસાસ પણ સાથે સાથે થશે જ. ( જૈન રામાયણ: રજોહરણની ખાણ : ભાગ-૧ પ્રસ્તાવનામાંથી)

Loading...

Page Navigation
1 ... 371 372 373 374