________________
જૈન રામાયણ ૩૨૮
રજોહરણની ખાણ
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
ત્યાંથી ખુશ થયેલા શ્રી રાવણ લંકામાં ગયા અને ત્યાં જઈને ‘ચંદ્રણખા' ની અનંગકુસુમ' નામની પુત્રી શ્રી હનુમાનજીને આપી તે પછી સુગ્રીવ રાજાએ પોતાની ‘પદ્મરાગા' નામની પુત્રી નલ' રાજાએ પોતાની “હરિમાલિની' નામની પુત્રી અને બીજા રાજાઓએ પણ પોતાની પુત્રીઓ હજારોની સંખ્યામાં હનુમાનજીને આપી.
એ રીતે પહેલી જ વાર રણયાત્રાએ ચઢેલા શ્રી હનુમાનજીના પરાક્રમથી અને તે પુણ્યશાળીની આકૃતિ તથા બીજા પણ અચાન્ય ગુણોથી ખુશ થઈ ગયેલા શ્રી રાવણ આદિ વિદ્યાધરેશ્વરો તરફથી ઉપર વર્ણવી ગયા તે રીતનો અપૂર્વ સત્કાર થયો. આ પછી
નિર્વા દૃઢ ઢશમુરબ્રેન મુઢ વિસ્કૃષ્ટો ? ઢો મારાથી હજુપુરે ઢજુમMarrમ ?
अन्येऽपिवानरपतिप्रमुखाः, प्रजग्मुर्विद्याधर निज निजं नगरं प्रहृष्टाः ॥१॥
“શ્રી રાવણે ગાઢ આલિંગન કરીને વિદાય કરેલા પરાક્રમી હનુમાનજી નગરમાં ગયા અને અન્ય પણ વાનરપતિ શ્રી સુગ્રીવ વગેરે અતિશય હર્ષ પામેલા વિદ્યાધરો પોતપોતાના નગરોમાં ચાલ્યા ગયા."
પ્રથમ ભાગ સમાપ્ત