________________
“નારાયતામુક, અશtrદાદાક્ષor: ? and યૌવનં પ્રાપ, હેનુમાનું માલુમાંર્ઘષા ૨??”
“શ્રી હનુમાન પોતાના પિતાશ્રી પવનંજયના મનોરથોની સાથે વધવા લાગ્યો અને વધતા એવા શ્રી હનુમાનજીએ સર્વકળાઓ અને સર્વ વિદ્યાઓ સાધી લીધી.”
તથા
શેષનાગ જેવી લાંબી ભુજાવાળા, શસ્ત્ર અને શાસ્ત્રમાં વિચક્ષણ તથા કાન્તીથી સૂર્યસમા શ્રી હનુમાન અનુક્રમે યોવન વયને પામ્યા.”
ભાગ્યશાળીઓ ! વિચારો કે કર્મની ગતિ કેવી વિચિત્ર છે? જે કર્મ એક વખત રડાવે છે, તે જ કર્મ એક વખત હસાવે છે. આથી જ અનંત ઉપકારીઓ ફરમાવે છે કે કોઈપણ ‘કર્મજન્ય સ્થિતિમાં નહિ મુંઝાતા આત્મસ્વરૂપમાં જ મગ્ન રહેવું કારણકે એ જ એક આત્માની ઉન્નતિનો અનુપમ ઉપાય છે. માટે આત્માની ઉન્નતિના અર્થીઓએ, અન્ય સઘળી જ પ્રવૃત્તિઓને ગૌણ બનાવી, આત્મસ્વરૂપને ખીલવવા માટે પરમોપકારી પરમર્ષિઓએ ફરમાવેલી પ્રવૃત્તિઓની આરાધનામાં જ એકતાન બની જવું જોઈએ, એટલું જ નહિ પણ આત્માની ઉન્નતિમાં વિધ્વરૂપ થતી જે ૬િ પ્રવૃત્તિઓનો એ પરમતારક પરમર્ષિઓએ નિષેધ કર્યો છે. તે તે પ્રવૃત્તિઓના પડછાયાથી પણ દૂર રહેવું જોઈએ, કારણકે અનંતજ્ઞાનીઓએ કહેલી પ્રવૃત્તિઓનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યા સિવાય અને નિષેધ કરેલી પ્રવૃત્તિઓનો સંપૂર્ણ રીતે પરિત્યાગ કર્યા સિવાય કદી જ આત્માની વાસ્તવિક ઉન્નતિ થતી નથી.
શ્રી રાવણનું આહ્વાન આપણે જોઈ ગયા કે શ્રી હનુમાન યૌવનને પામ્યા આજ અરસામાં કોઈના પણ મહત્વને સહન નહિ કરવામાં શિરોમણિ અને સ્થિરતામાં પર્વતસમા શ્રી રાવણે, “વરૂણ' રાજાની સાથે પ્રથમ થયેલી સંધિમાં દૂષણ ઉભુ કરીને, વરૂણને જીતવા માટે પ્રયાણ કર્યું અને પ્રયાણ કરતા તેણે દૂતોને મોકલી, સઘળા વિઘાઘરેશ્વરોને યુદ્ધમાં ભાગ લેવાને
s, રાક્ષશવંશ ન કર ૨૨ અને વાનરવંશ પર 3
શ્રી હનુમાનનું અવતરણ....૮