________________
6]
જૈન રામાયણઃ ૩૨ ૦.
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
પર રજોહરણની ખાણ ° તે પછી ત્યાંથી સઘળાય વિદ્યાધરેશ્વરો પોતાના વિમાનો દ્વારા આકાશને જયોતિર્મય કરતા ‘હતુપૂર' નામનું નગર, કે જે પ્રતિસૂર્ય' રાજાની રાજધાની છે અને જે નગરમાં શ્રીમતી અંજ્ઞાસુંદરી પોતાના ચરમશરીરી પુત્રરત્નની સાથે અત્યાર સુધી સ્થાન પામી હતી, તે નગરમાં ગયા.
સ્વજત મીલન “ભૂતવનમાં શ્રીમતી અંજનાસુંદરીનો મેળાપ થયો, તેના મેળાપથી પવનંજય પણ આનંદ પામ્યો અને શ્રી પવનંજયના પિતા શ્રી પ્રáાદ રાજા આદિ અનેક વિદ્યાધરોએ આનંદમગ્ન બનીને આનંદરૂપ સાગરને ઉલ્લસિત કરવા માટે ચંદ્રમા સમાન મોટો ઉત્સવ કર્યો તેમજ તેવો મહાન ઉત્સવ કર્યા પછી તે સઘળાય હનુપૂર’ નામના નગરમાં ગયા છે. એ સમાચાર જાણીને જે પિતાએ પ્રાણપ્રિય પુત્રીને પોતાના રાજયના એક નાનામાં નાના ગામડામાં પણ સ્થાન નહોતું આપ્યું, તે ‘શ્રી મહેન્દ્ર રાજા પણ શ્રીમતી અંજનાસુંદરીની માતા શ્રીમતી માનસ વેગાની સાથે ત્યાં આવી પહોચ્યો અને શ્રીમતી અંજનાસુંદરીને ભયંકર તિરસ્કારપૂર્વક કાઢી મૂક્તાર તે કેતુમતિ' નામની સાસુ તથા બીજા સઘળાં બંધુઓ પણ શ્રી હનુપૂર નગરમાં આવી પહોચ્યાં અને પરસ્પર સંબંધી બંધુ એવા વિદ્યાધરેંદ્રોએ તે હનુપૂર નગરમાં પણ પૂર્વે ‘ભૂતવન' નામના વનમાં કરેલા ઉત્સવ કરતા પણ અધિક મહોત્સવ કર્યો.”
ત્યારબાદ ત્યાં એકત્રિત થયેલા સઘળા તે વિદ્યાધરેંદ્રો પરસ્પર સમાચારાદિ પૂછીને પોતપોતાના નગરમાં ચાલ્યા ગયા, પણ શ્રી પવનંજય તો પોતાની પ્રાણપ્રિય પત્ની મહાસતિ શ્રીમતી અંજનાસુંદરી અને પુત્રરત્ન શ્રી હનુમાનની સાથે તે હનુપૂર નગરમાં જ રહો ! ત્યાં
હનુમાન વવૃધે તત્ર, હિતું. સઢ મનોરથે ? कलाश्च जगृहे सर्वा, विद्याश्च समसाधयत् ॥११॥"