Book Title: Jain Ramayan Part 01
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 360
________________ રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ જૈન રામાયણઃ રજોહરણની ખાણ ૩૧૮ મખાં વસનાંમોથી, મામદ્ય સદ્વંદમ્ । સમુદ્ધસ્ત્વમેવાસિ, વંધુઃ સંબંધિનાં ઘુરિ ' ‘મ ંશપર્વભૂતેય, शाखासंतानकारणम् ર स्नुषा त्यक्ता विना दोषं साध्वियं रक्षिता त्वया ॥२॥ " “કુટુંબ સાથે દુ:ખસાગરમાં ડુબતા એવા મારો આજે ઉદ્ધાર કરતો તું જ ખરેખર સંબંધીઓમાં અગ્રેસર બંધુ છે !” અને, “આ અંજ્ઞા મારા વંશની પર્વભૂત તથા શાખા અને સંતાનની કારણરૂપ છે તેમજ દોષ વિના ત્યજાયેલી છે, એવી આ મારી પુત્રવધૂની તે રક્ષા કરી એ સારું કર્યું છે." શ્રી પ્રહ્લાદ આ પ્રમાણે પોતાની પુત્રવધૂને બચાવનાર પ્રતિસૂર્યની પ્રશંસા કરી રહ્યાા છે, એટલામાં તો એકદમ જેમ સાગર વેળાથી પાછો હઠે, તેમ પોતાની પ્રાણપ્રિય પત્ની શ્રીમતી અંજ્ઞાસુંદરીને જોવાથી આનંદ પામેલો અને જેનો ક્રોધરૂપ અગ્નિ પ્રશાંત થઈ ગયો છે તેવો પવનંજય પણ દુ:ખરૂપી વેળાથી પાછો હઠ્યો એટલે કે પવનંજયનું હૃદયદુ:ખ એકદમ શમી ગયું અને હર્ષમાં આવેલા તેના હૃદયમાં સળગી ઉઠેલો શોાગ્નિ એકદમ શમી ગયો કારણકે પવનંજય જેના માટે બળી મરવાને તૈયાર થયો હતો તેનો મેળાપ થઈ ગયો.' પવનંજયને દુ:ખી થવાનું કે શોક થવાનું કારણ તો એક જ હતું અને તે એજ કે શ્રીમતી અંજનાસુંદરીનો -વિરહ ! તે ટળી ગયો એટલે દુ:ખ કે શોક રહે જ શાનો ? શ્રીમતી અંજ્ઞાસુંદરીના આવવાથી તેનું તો દુ:ખેય ગયું અને શોક પણ શમી ગયો એટલું જ નહિ પણ તેના અંતઃકરણમાં આનંદ આનંદ વ્યાપી ગયો. વિચારો કે મોહમગ્ન આત્માઓનો શોક કે આનંદ અને દુઃખ કે સુખ શાને આધીન છે ? માની લીધેલી ઈષ્ટ વસ્તુ મળે તો આનંદ ! અને ચાલી જાય તો શોક ! કર્માધીન વસ્તુની પ્રાપ્તિથી આનંદમગ્ન બનવું અને તેવી જ વસ્તુના વિયોગથી શોકમગ્ન બનવું, એ મોહમગ્નતા કે કારમી અજ્ઞાનતા સિવાય બીજું છે પણ શું ? કર્માધીન વસ્તુ રાખી ,રખાતી નથી કે દૂર કરી તી નથી, તો પછી તેને આધીન થઈ જવું, એ શું

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374