________________
અને એ વાત તદ્દન સાચી પણ છે. એ વાત સાચી હોવાનું કારણ પણ એજ છે કે ‘મરવાની તૈયારી કરીને ઉભેલા એવા પણ પવનંજયને, જો શ્રીમતી અંજનાસુંદરીનો વિરહ ખમાતો નથી માટે જ બળી મરવું, એ બુદ્ધિથી બળી મરવાની તૈયારી છે પણ મોહમગ્ન બનેલા તેને એ ભાન પણ નથી રહતું કે ‘આ રીતે બળી ગયે નવું બળવાનું તો ઉભું જ રહે છે !' આવી રીતે બળી મરવાથી બળવાનું કંઈ ઓછું જ થોડું થાય છે? આવી રીતે અજ્ઞાન અને મોહવશ થઈને બળી ગયા પછી કાંઈ પુષ્પની શય્યા નથી મળી જતી ! આવી રીતે મરનાર જો આર્તધ્યાને મરે તો તિર્યંચ ગતિમાં જાય અને રોદ્ર પરિણામે મરે તો નરકે પણ જાય. ત્યાં શું આનંદ છે? ત્યાં શું સામે અંજનાઓ આવે છે? નહિ જ, પણ તે એ - તો વિષયાધીનોની અજ્ઞાનતા છે. બળી મરતી વખતે પણ ‘હે વનદેવતાઓ !' એમ કહીને બધી વાત બોલે એનું કારણ? છેલ્લે છેલ્લે પણ ઈચ્છા તો એ છે ને કે “કંઈ કરતા અંજના મળે તો તો જીવવું છે અને ન મળે તો શાંતિ માટે મરવું છે !' પણ એ રીતે શાંતિ શી રીતે મળે ? પણ અજ્ઞાન અને મોહના યોગે એ તો એમ જ માને છે ! અને એથી એનો મિત્ર પ્રહસિત અશ્નપૂર્ણ નેત્રે શ્રીમતી અંજનાસુંદરીને આવતી જોવાને આતુર છે અને એ આતુરતાના યોગે દૂરથી પણ શ્રીમતી અંજનાસુંદરી સાથે આવતા પ્રતિસૂર્યને જોયો, એટલે તરત જ તે પ્રહસિતે એકદમ જયપૂર્વક ‘શ્રી પ્રહલાદ રાજા અને ‘પવનંજય' ને કહ્યું કે “શ્રીમતી અંક્લાસુંદરીની સાથે પ્રતિસૂર્ય આવી રહેલ છે.'
આ આનંદમય સમાચાર પ્રહસિત આપે છે, એટલામાં તો શ્રીમતી અંજનાસુંદરી સાથે પ્રતિસૂર્ય ત્યાં આવી પહોંચ્યો અને નીચે ઉતરીને દૂરથી ભક્તિપૂર્વક ભૂતળ ઉપર મસ્તક સ્થાપીને શ્રી પ્રદ્ધાદ રાજાને નમી પડ્યા. શ્રી પ્રદ્ધાદ રાજાએ પણ પ્રતિસૂર્યને ઉઠાડ્યો અને ભેટી પડ્યા તથા પોતાના પૌત્ર શ્રી હનુમાનને ખોળામાં બેસાડ્યો. શ્રી પ્રતિસૂર્યને ભેટીને અને પોતાના પૌત્રને ખોળામાં બેસાડીને હર્ષમાં આવી ગયેલા “શ્રી પ્રફ્લાદ' રાજાએ સંભ્રમપૂર્વક એ પ્રમાણે કહેવા માંડયું કે ૩૧૭ રક્ષણવેશ, જ
અને વાનરવંશ
શ્રી હનુમાનનું અવતરણ..૮