________________
અંતે પણ વિવેકનો ઉદય આ રીતે શ્રીમતી અંક્લાસુંદરી અજ્ઞાન અને મોહના સામ્રાજ્યમાં અટવાયા છતાંપણ, અંતે પોતાના સુસંસ્કારોના યોગે તેના વિવેકનો ઉદય થયો અને એના જ પરિણામે અંતે પણ
“મારી આ પ્રકારની અવસ્થા થવામાં નથી મારી સાસુનો દોષ કે નથી મારા સસરાનો દોષ અને નથી મારી માતાનો દોષ કે નથી મારા પિતાનો દોષ, કિંતુ એક મારા જ દુષ્કર્મનો દોષ છે."
આ ઉદ્ગારો નીકળી પડ્યા ! ખરેખર જ, ઉત્તમકુળ આદિના સુસંસ્કારો આત્મા ઉપર, જો જીવદળ યોગ્ય હોય તો, અવશ્ય સારામાં સારી અસર કરે છે. અન્યથા, આવા અજ્ઞાન અને મોહમાં મુંઝાતા આત્માને આવે સમયે આવા વિચારો ય ક્યાંથી આવે અને આવા ઉદ્ગારો ય ક્યાંથી નીકળે ?
શોકને સ્થાને છવાયેલો આનંદ આપણે જોયું કે “ભૂતવનમાં પવનંજય ચિતા સળગાવી બળી મરવા તૈયાર થયો છે અને પ્રદ્ધાદ રાજા એને રોકી રહ્યાા છે. શોધ કરવા ગયેલા વિદ્યાધરોમાંના પણ કેટલાક હનુપૂર ગયા અને પ્રતિસૂર્ય વિદ્યાધરને ત્યાં શ્રીમતી અંજનાસુંદરીને જોઈ. આ વિદ્યાધરોએ શ્રીમતી અંજનાસુંદરીને તથા પ્રતિસૂર્યને કહાં કે અંજનાના વિરહથી દુઃખ પામેલા પવનંજયે અગ્નિમાં પ્રવેશ કરીને બળી મરવાની પ્રતિજ્ઞા કરી છે.'
અને એ બળી મરે, કેમકે એ બધા એકવચની ! જયાં ઢળે ત્યાં બળ ખર્ચે ! જેવો સંગ ! હંમેશા વિરહદુ:ખથી બળવા કરતા એક વખતે બળી મરવું સારું' એ જ એક એની બુદ્ધિ છે એ પીડામાંથી છૂટવા માટે બળી મરે છે એટલે એમાં કાંઈ જ ધર્મની બુદ્ધિ નથી અને એથી જ આ કામ કાંઈ સારું નથી. વિષય કષાયના રંગી અને સંસારના મોહમાં પડેલા જે ન કરે તે સારું !
શ્રીમતી અંજ્ઞાસુંદરી પણ હજી સંસારના મોહમાં જ પડેલી છે એટલે એ વાત સાંભળવાથી શ્રીમતી અંજ્ઞાસુંદરીને પણ ભયંકર
શ્રી હનુમાનનું અવતરણ...૮
૩૧૫ રાક્ષશવંશ
અને વાનરવંશ