________________
‘‘ન મે શ્વસુયોર્દોષો, હોપ વિમોર્ન ઘાઘ્યયમ્ મમૈવ મજમાન્યાયાઃ ર્મ¢ોષોડયમીદૃશઃ ૫૧૫''
“મારી આ અવસ્થામાં થવામાં નથી તો મારા સાસુ-સસરાનો દોષ કે નથી તો મારા માતા-પિતાનો દોષ કિંતુ મંદ ભાગ્યશાળી મારો જ કર્મોષ આ પ્રકારનો છે એટલે કે મારા જ કર્મદોષના પ્રતાપે મારી આવા પ્રકારની હાલત થઈ છે."
અજ્ઞાનનો અવધિ
આ ઉદ્ગારોમાં અજ્ઞાન અને મોહના સામ્રાજ્ય સાથે, આછીઆછી પણ વિવેકની છાયા જે કાંઈ છે, તે પણ એના અજ્ઞાન અને મોહના જોરની આગળ તદ્ન દબાઈ ગયેલી છે, કારણકે ‘પતિના અભાવમાં પતિવ્રતા સ્ત્રીઓનું જીવન એકાંતે દુ:ખી જ છે અને એથી પતિના શોકથી પતિવ્રતા સ્ત્રીઓ અગ્નિમાં પ્રવેશ કરે છે.' આ પ્રમાણે કહીને ‘પતિના શોથી પતિવ્રતા સ્ત્રીઓ અગ્નિમાં પ્રવેશ કરે છે એ વ્યાજબી છે. એવું ધ્વનિત કરવું, એ કાંઈ જેવું તેવું અજ્ઞાન નથી. એવા પ્રકારના ધ્વનિઓ ત્યાંથી જ નીકળે કે જયાં અજ્ઞાનનું સામ્રાજ્ય ભયંકર રીતે છવાયેલું હોય. પતિવ્રતા સ્ત્રીઓ પત્નીપણું ભોગવે, ત્યાં સુધી તેઓએ પતિ તરીકે હૃદયમાં અન્યને સ્થાન ન આપવું, પતિની સઘળી શુભ પ્રવૃત્તિઓમાં મન, વચન અને કાયાથી સહાયક થવું, પતિની સઘળી આપત્તિઓને પોતાની માની તે આવૃત્તિઓને પોતે પણ શાંતિથી સહી લેવી અને અસ્વસ્થ બનતા કે ઉન્માર્ગે જ્યા પતિને સ્વસ્થ બનાવવાના અને સન્માર્ગે સ્થાપવાના ઉપાયો આચરવા, આ બધુ પતિવ્રતા સ્ત્રીઓ માટે ધર્મરૂપ મનાય એ ઇષ્ટ છે, પણ પતિની સેવાને જ ધર્મ માની, પતિવ્રતા સ્ત્રીઓએ પરમતારક પરમાત્માની, પરમાત્માએ ઉપદેશેલા મોક્ષમાર્ગે ચાલી અન્ય જીવોને મોક્ષમાર્ગે ચઢાવવાનો જ પ્રયત્ન કરતા ગુરુદેવોની અને તે તારકોએ ફરમાવેલા ધર્મની સેવાને ગૌણ બનાવવી તથા પતિની પાછળ મરી જ ફીટવું, એ કોઈપણ રીતે ધર્મરૂપ નથી એટલું જ નહિ પણ, એ તો અજ્ઞાનનો અવધિ છે.
પતિના શોકથી અગ્નિમાં પ્રવેશ કરવો, એ તો અજ્ઞાન મરણ છે. એવું મરણ નથી તો પતિને મેળવી આપતું કે નથી તો સદ્ગતિને મેળવી આપતું એવું મરણ મોટે ભાગે આત્માને દુર્ધ્યાનમગ્ન બનાવીને, ભયંકર
૩૧૩
રાક્ષશવંશ અને વાનરવંશ
શ્રી હનુમાનનું અવતરણ...૮