________________
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
. જૈન રામાયણ: ૧૧૪
રજોહરણની ખાણ ?' દુર્ગતિમાં જ લઈ જાય છે. માટે એવા મરણનો વિચાર પણ અજ્ઞાન છે. તો આચરણા માટે તો પૂછવું જ શું?
સંસાર અને સંસારના સંબંધોના સ્વરૂપને જાણનાર આત્મા તો એવી અજ્ઞાનતાને આધીન કદી જ બનતો નથી એટલું જ નહિ પણ એવો આત્મા તો એવા સમયે કોઈ જુદા જ ધર્મની આચારણા કરવાને રક્ત બને છે અને પત્નીપણાની અવસ્થામાં સેવેલા મોહનો પશ્ચાત્તાપ કરે છે તથા વિચારે છે કે એવા કર્મયોગે મળેલા અલ્પકાલીન પતિની સેવામાં સમય ગુજાર્યો, એના કરતા પરમાત્મારૂપ સાચા પતિની સેવામાં જો ગુજાર્યો હોત, તો આત્મા આજે ઘણા કર્મના ભારથી હલકો થઈ ગયો હોત.'
આથી સમજી શકશે કે પતિવ્રતા સ્ત્રીઓ પતિના શોકથી અગ્નિમાં પ્રવેશ કરે છે, કારણકે પતિવ્રતા સ્ત્રીઓને પતિ વિનાનું જીવન દુ:ખને માટે જ થાય છે. આ ઉદ્ગારો એ શ્રીમતી અંજનાસુંદરીના અજ્ઞાનનો અવધિ જ સૂચવે છે !
મોહનો મહિમા જેમ શ્રીમતી અંજનાસુંદરીના પ્રથમ શ્લોકના ઉદ્ગારોએ અજ્ઞાનનો અવધિ સૂચવ્યો, તેમ તે પછીના ત્રણ શ્લોક્ના ઉદ્ગારો મોહનો મહિમા સૂચવે છે ! કારણકે એ વિચારોમાં મોહનું જ સામ્રાજ્ય છવાયેલું દેખાય છે અન્યથા મોહને આધીન થઈને મરવા તૈયાર થનારને મણિની ઉપમા આપવી અને પોતે મોહને આધીન થઈને નહિ મરી શકવાથી પોતાની જાતને કાચની સાથે સરખાવી દેવી, એ મોહનો મહિમા નહિ તો બીજું છે પણ શું ?
ખરેખર, મોહનો મહિમા જ એવો છે કે જેથી એને આધીન થયેલા આત્મામાં સારાસારનો વિવેક યથાસ્થિતપણે જાગૃત જ નથી થઈ શકતો અને એના અભાવે જ આવા-આવા વિચારો ઉદ્દભવે છે. અને તે પ્રસંગે હદયોદ્ગારો તરીકે બહાર આવે છે.