Book Title: Jain Ramayan Part 01
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 350
________________ ભાગ-૧ રાક્ષસવંશ અને વાનરવંશ : જૈન રામાયણઃ, રજોહરણની ખાણ એવા મેં વિવાહથી માંડીને પણ દુ:ખી કરી છે. તે મારી નિર્દોષ પત્નીને ત્યજીને હું સ્વામિના કાર્ય માટે રણયાત્રાએ ચાલ્યો ગયો. રણયાત્રાએ ચાલી નીકળ્યા પછી તેણી નિર્દોષ છે, એમ મેં માર્ગમાં ભાગ્યયોગે જાણ્યું. એથી એકદમ ઉડીને હું પાછો મારી પત્નીના પ્રાસાદે આવ્યો. ત્યાં આવીને તેની સાથે ઇચ્છા મુજબ રમીને અને મારા આવ્યાનું ચિહ્ન આપીને, માતા-પિતા ન જાણે તેવી રીતે પાછો હું જયાં મારી સેના હતી ત્યાં પહોચી ગયો. આ પછી મારી તે પત્ની ગર્ભવતી થઈ, પણ મારા દોષથી મારી પત્નીમાં દોષની શંકવાળા થયેલા મારા વડીલોએ મારી તે પત્નીને કઢી મૂકી. હવે અત્યારે તે ક્યાં છે, તે હું જાણતો નથી. ખરેખર, તે તો પ્રથમ પણ નિર્દોષ હતી અને હાલ પણ નિર્દોષ છે, છતાં પણ તે મારા જ અજ્ઞાનદોષથી આવી ભયંકર દશાને પામી છે ! ખરેખર, મારા જેવા મૂર્ખ પતિને ધિક્કાર હો ! ધિક્કર હો ! તે નિર્દોષ પત્નીની શોધ માટે હું આખી પૃથ્વી ઉપર ભટક્યો, એ રીતે ભટકીને સારામાં સારી શોધ કરવા છતાં પણ ભાગ્યહીનને જેમ રત્નાકરમાં રત્ન હાથ ન આવે, તેમ મંદ ભાગ્યવાળા મને તે મારી પત્ની કોઈપણ સ્થળે મળી નથી. તે કારણથી આજે આ અગ્નિમાં હું મારા શરીરને હોમી દઉં છું. કારણકે જીવતા એવા મારે જીંદગી સુધી આ વિરહાનલ દુ:સહ છે. અર્થાત્ જીંદગી સુધી આ વિરહાનલને હું સહન કરી શકું તેમ નથી. માટે જો તમે કોઈપણ સ્થળે તે મારી નિર્દોષ પત્નીને જુઓ તો તેને તમે આ વાતની ખબર આપજો, એટલે જણાવજો કે તારા પતિએ તારા વિયોગથી અગ્નિમાં પ્રવેશ કર્યો છે.” આ પ્રમાણે કહીને “$ત્યુત્વા તમ દિત્યાયાં, માને, વિમુનિ ! झंपां प्रदातुं पवनः प्रोत्पपात नभस्तले ॥१०॥" ‘તે ચિતામાં ધપી રહેલા અગ્નિમાં ઝંપાપાત કરવા માટે એકદમ આકાશમાં ઉછળ્યો.' ભાગ્યશાળીઓ ! વિચારો કે “આ કથનમાં અને આ કાર્યમાં કેટલી મોહપરવશતા અને અજ્ઞાનતા તરવરે છે?" ખરેખર, મોહપરવશતા અને અજ્ઞાનતા અતિશય ભયંકર છે. અજ્ઞાનતાના યોગે બાવીસ-બાવીસ વર્ષ સુધી એક મહાસતી ઉપર

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374