________________
વિરહાનલ વરસાવનારો, આજે વિરહનલથી બચવા માટે પોતે જ સળગતી ચિતામાં ઝંઝાવાત કરી રહયો છે !
આ દશામાં એને એ પણ ખ્યાલ નથી આવતો કે હું કોણ અને અંજના કોણ ? મારો અને અંજનાનો સંબંધ વાસ્તવિક હતો કે કર્મચ હતો ? જો કર્મજન્ય જ હતો તો તેવા ક્ષણવિનશ્વર સંયોગની ખાતર, આ રીતનો આત્મઘાત કરવા કૂદી પડવું. એ હિતકર છે કે અહિતકર ? આવા સંયોગો માટે અનંતજ્ઞાની પરમ મહર્ષિઓ શું ફરમાવે છે ? આવા પ્રસંગોમાં પ્રસંગને આધીન ન થવું, એમાં ઉન્નતિ છે કે અનંતજ્ઞાની પરમ મહર્ષિઓની આજ્ઞાને આધીન થવું એમાં ઉન્નતિ છે?"
પણ આવા વિચારો મોહપરવશ આત્માને આવતા નથી અને આવે તો આત્મા એવુ ભયંકર સાહસ કરવાને કદી જ તૈયાર થતો નથી, પણ મહાનુભાવ તો એવા મોહપરવશ બની ગયા છે કે આગળ પાછળનો કશો જ વિચાર કર્યા વિના એકદમ સળગતી ચિતામાં પડવા માટે આકાશમાં ઉછળ્યા.
પુત્રને બચાવી લેવાનો પિતાજીનો પ્રયત્ન : પણ આપણે જાણીએ છીએ કે જે વનમાં ચિતા સળગાવીને ‘પવનંજય' બળી મરવા માટે ઉઘુક્ત થયેલ છે, તે વનમાં તેના પિતા આવી ગયા છે એટલે પુત્રના તે સઘળા કથનને પિતાએ સાંભળ્યું. આથી એકદમ સંભ્રમિત થઈને ચિતામાં ઉછળેલા પોતાના પુત્રને બંને હાથોથી પકડી લીધો અને છાતી સાથે દબાવી દીધો.
પુત્રનો પ્રશ્ન આથી મુંઝાઈ ગયેલો પવનંજય એકદમ બોલી ઉઠ્યો કે “મૃત્યો પ્રિયવિયોગ-પ્રતીચિ સંવત : को विघ्नोऽयं ममैत्युच्चै-रुवाच पवनञ्जयः ११११॥"
પ્રિયના વિયોગથી પીડાના પ્રતિકારરૂપ જે મૃત્યુ, તેનો સ્વીકાર કરવા માટે પ્રયત્ન કરી રહેલા મારી સામે હાલમાં આ વિધ્વરૂપ કોણ છે?"
'શ્રી હનુમાનનું અવતરણ...૮
૩૦૯ રાક્ષશવંશ
અને વાનરવંશ