Book Title: Jain Ramayan Part 01
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 348
________________ જૈન રામાયણઃ . રજોહરણની ખાણ 3OG "अथवा किं मया सापि, निर्दोषा परमार्थतः । अविमृष्य विध्यायिन्या, पापिन्या निरवास्यत ?" “અથવા વગર વિચાર્યું કરનારી અને પાપિણી એવી મેં વાસ્તવિક રીતે નિર્દોષ એવી પણ તે શ્રીમતી અંક્લાસુંદરીને શા માટે કાઢી મૂકી ? ખરેખર 'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ "लब्धं मयात्रैव साध्व्या, दोषारोपणजं फलम् । પ્રત્યુઝપુષપાપાના-મàવ શ્રાધ્યતે નમ્ 73 ” “મહાસતી ઉપર ઘેષનો આરોપ કરવાથી ઉત્પન્ન થતું જે ફળ, તે મેં અહીં જ પ્રાપ્ત કર્યું કારણકે અતિ, ઉગ્ર પુણ્ય અને અતિ ઉગ્ર પાપનું ફળ આ જ ભવમાં પ્રાપ્ત થાય છે.” પુત્રવધૂની શોધ માટે સસરાનું પ્રયાણ આ પ્રમાણે બોલતી અને રૂદન કરતી તે તુમતિને ઘણી જ મુસીબતથી નિવારી, પવનંજયના પિતા શ્રી પ્રહલાદરાજા, સેના સાથે પુત્રની જેમ શ્રીમતી અંજનાસુંદરીની શોધ માટે નીકળ્યા. શોધમાં નીકળતા તે રાજાએ પુત્રવધૂ ‘અંજના' અને પુત્ર પવનંજય'ની શોધ માટે પોતાના સંબંધી સઘળા વિદ્યાધરો પાસે અનેક દૂતોને બોલ્યા તેમજ પોતાના પુત્રને અને પોતાની પુત્રવધૂને જોતા જોતા તથા અતિશય વેગપૂર્વક ભમતાં-ભમતાં ભૂતવન' નામના વનમાં પહોંચી ગયા. ભૂતવનમાં પુત્રનું દર્શન એ જ સવારે પવનંજય પણ ‘ભૂતવન' નામના વનમાં આવી પહોંચ્યો છે. શોધવા છતાં પણ પોતાની પત્નીને નહિ મેળવી શકવાથી, તેણે એ વનમાં ચિતા રચીને તેમાં અગ્નિ સળગાવ્યો અને એ રીતે U ચિતામાં અગ્નિ સળગાવતા પવનંજય' ને પ્રફ્લાદ' રાજાએ જોયો. પરવશ પવનંજયનું સાહસ પવનંજયની દશા તો અત્યારે મોહરાજાને પરવશ બની ગયેલી છે, એટલે તેને મન તો અત્યારે એક અંજના જ સર્વસ્વ છે. જે પવનંજય

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374