________________
પૂજા કરી. આ પછી જે કારણથી શ્રીમતી અંજ્ઞાસુંદરીનો પુત્ર જન્મતાથી સાથે જ હનુપુર નગરમાં આવ્યો, તે કારણથી તેના પુત્રનું નામ મામા પ્રતિસૂર્યે ‘હનુમાન’ પાડ્યું અને જે કારણથી વિમાનથી પડેલા આ પુત્રે શૈલને ચૂરી નાખ્યો તે કારણથી તે પુત્રનું બીજુ નામ‘શ્રી શૈલ' પણ પાડયું.
પુત્રની વૃદ્ધિ અને માતાની ચિંતા "हनुमानप्यवर्धिष्ट, तत्र क्रीडन् यथासुखम् । राजहंसार्भक इव, मानसां भोजिनीवने ‘ઢોષોડઘ્વારોવિતઃ શ્વશ્વા, થૂં નામોત્તરીતિ ૨ સદૈવ દિન્તયા તામ્ય-ધ્વાનના¢ન્તશલ્યેવ ૨૨૫ “જેમ માનસ સરોવર ઉપર આવેલા કમલિનીના વનમાં સુખપૂર્વક ક્રીડા કરતો રા ંસનો બાળક વધે, તેમ મામાની રાજધાનીમાં સુખપૂર્વક ક્રીડા કરતો શ્રીમતી અંજનાસુંદરીનો પુત્ર ‘હનુમાન’ પણ વધવા લાગ્યો.
અને
“શ્રીમતી અંજ્ઞાસુંદરી તો હંમેશા ‘કેતુમતિ નામની સાસુએ આરોપેલો દોષ કેવી રીતે ઉતરશે' આ પ્રકારની ચિંતાથી જ દુ:ખી થતી હૃદયમાં શલ્યપૂર્વક રહેવા લાગી.”
' ܐ ܐ ܐ ܐ
એટલે કે બાળક ચિંતા, વિના સુખપૂર્વક ક્રીડા કરતો મોટો થાય છે અને કાળ પસાર કરે છે, ત્યારે માતા દુ:ખિત હૃદયે પોતાનો કાળ પસાર કરે છે.
પવનંજયનું પુનરાગમન અને અંજનાની શોધ
હવે આ બાજુએ શ્રી રાવણની સહાય માટે ગયેલ પવનંજય, વરૂણની સાથે સંધિ કરીને વરૂણ પાસેથી ખર અને દૂષણને છોડાવ્યા અને શ્રી રાવણને સંતોષ પમાડ્યો. તેથી રાવણ પણ પોતાના પરિવાર સાથે ‘લંકા’ નગરીમાં ગયો અને પવનંજય પણ શ્રી રાવણને પૂછીને પોતાના જ નગરમાં ચાલ્યો આવ્યો.
૩૦૩
રાક્ષશવંશ અને વાનરવંશ
શ્રી હનુમાનનું અવતરણ...૮