________________
જ
જૈન રામાયણ ૩૦ ૨.
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
- રજોહરણની ખાણ ૦૨ મેષ રાશિમાં વર્તે છે. ચંદ્રમાં ‘મકરરાશિ' માં મધ્ય ભવનમાં રહેલો છે. મંગળ વૃષ રાશિમાં મધ્ય ભવનમાં રહેલો છે. બુધ મીનરાશિમાં મધ્ય ભવનમાં રહેલો છે, 'ગુરુ' અતિ ઉચ્ચ ભવનમાં કર્કરાશિમાં રહેલો છે. ‘શુક’ ઉચ્ચનો થઈને ‘મીન રાશિમાં રહો છે અને શનિ પણ મીનરાશિમાં રહેલો છે. આથી મીનલગ્ન ના ઉદયમાં અને બહ્મ' નામના યોગમાં સઘળુંય શુભ છે.
પ્રયાણ અને ઉત્પાત આ પ્રકારના દેવજ્ઞના કથનને સાંભળીને પ્રતિસૂર્ય, પોતાની બહેનની પુત્રીને તેની સખી અને તેના પુત્ર સાથે શ્રેષ્ઠ વિમાનમાં બેસાડીને પોતે પોતાના નગર તરફ ચાલ્યો. માર્ગમાં ચાલતા શ્રીમતી અંજનાસુંદરીનો તે બાળક વિમાન ઉપર લટકતા શ્રેષ્ઠ રત્નોનાં ઝુમખાઓની ઘુઘરીઓને લેવાની ઈચ્છાવાળો થવાથી એકદમ ઉછળ્યો અને પર્વતના શિખર ઉપર પડ્યો તથા તેના પડવાથી તે પર્વતના ચૂરેચૂરા થઈ ગયા.
પણ શ્રીમતી અંજનાસુંદરી તો પુત્રને પડતો જોઈને જ એકદમ ગભરાણી, એટલે એકદમ હાથથી પોતાના હદયને કુટવા લાગી અને પ્રતિશબ્દોથી ગુફાઓને પણ રોવરાવતી તે રોવા લાગી. પણ ‘પ્રતિસૂર્યો' તો એકદમ તે બાળકની પાછળ જ પડતું મૂક્યું અને તેમ કરીને નષ્ટ થયેલા વિધાનને જેમ લાવીને આપે, તેમ ભાણેજીના તે અક્ષત અંગવાળા દીકરાને લાવીને તેને સોપ્યો.
મોસાળમાં સત્કાર અને પુત્રનું નામકરણ આ પછી શ્રી પ્રતિસૂર્ય પણ, શ્રીમતી અંજનાસુંદરી આદિની સાથે મન જેવા વેગવાળા વિમાનથી જે નગરમાં મહોત્સવ કરાઈ રહ્યો છે, તે પોતાના હનુપૂર’ નામના નગરમાં પહોચી ગયા. ત્યાં શ્રીમતી અંજનાસુંદરીને આનંદપૂર્વક પોતાના પ્રાસાદમાં શ્રી પ્રતિસૂર્ય રાજાએ ઉતારી. ત્યાં શ્રી પ્રતિસૂર્ય રાજાના અંત:પુરે જાણે પોતાની કુળદેવી જ ન આવી હોય તેમ માનીને કુળદેવીની જેમ શ્રીમતી અંજનાસુંદરીની