________________
જૈન રામાયણ: ૧૦૦
રજોહરણની ખાણ
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
પુત્રનો જન્મ આ રીતે પોતાના જીવનને ધર્મમાં પસાર કરતી શ્રીમતી અંજનાસુંદરીએ એક દિવસે સિંહણ જેમ પરાક્રમી સિંહને જન્મ આપે, તેમ ચરણમાં વજ, અંકુશ અને ચક્રના ચિહ્નવાળા પરાક્રમી પુત્રને જન્મ આપ્યો. રામાયણમાં જે હનુમાન તરીકે પ્રસિદ્ધ છે તે આજ.
આ સમયે શ્રીમતી અંજનાસુંદરીના સૂતિકર્મો હર્ષના વશથી પોતે જ આણેલા કાષ્ટ અને જળ આદિએ કરીને વસંતિલકા એ કર્યા અને તે પછી દુઃખિત થયેલ શ્રીમતી અંક્લાસુંદરી પોતાના તે પુત્રને ખોળામાં સ્થાપીને, મુખ ઉપર ટપકતાં આંસુઓ પૂર્વક જાણે તે ગુફાને રોવરાવતી ન હોય તેમ રોવા લાગી અને બોલી કે -
“મહીમ વિધિને, તવ નાતચ, વઢંશમ્ ? जन्मोत्सवं करोम्येषा, वराकी पुण्यवर्जिता ॥१॥"
“હે મહાત્મન્ ! ગરીબડી અને પુણ્યવિહીના આ હું, આ ઘોર વનમાં ઉત્પન્ન થયેલા તારો કેવો જન્મોત્સવ કરું?
મામાનો સમાગમ આ પ્રમાણે રોતી તે શ્રીમતી અંજનાસુંદરીને જોઈ 'પ્રતિસૂર્ય' નામનો એક ખેચર તેની પાસે આવ્યો આવીને મધુર વાણીવાળા તેણે શ્રીમતી અંજનાસુંદરીના દુ:ખનું કારણ પૂછ્યું અને વસંતતિલકાએ રોતારોતા વિવાહથી માંડીને પુત્રના જન્મ સુધીના શ્રીમતી અંજનાસુંદરીના દુ:ખના હેતુને સર્વ પ્રકારે કહી બતાવ્યો.
આ સાંભળીને એકદમ રોતો-રોતો તે ખેચર પણ બોલી ઉઠયો કે હે બાળા ! આ હું હનુપૂર’ નામના નગરનો રાજા છું, ‘સુંદરીમાલા ની કુક્ષીથી ઉત્પન્ન થયેલો છું. ચિત્રભાનુ રાજાનો પુત્ર છું અને માનસવેગા' નામની તારી માતાનો ભાઈ છું. મારા ભાગ્યે હું તને જીવતી જોઈ શક્યો છું માટે હવે શાંત થા.'
આ કથનથી શ્રીમતી અંજનાસુંદરી પણ જાણી ગઈ કે "આ ખેચર બીજો કોઈ જ નથી, પણ મુનિવરના કહેવા પ્રમાણે મારો મામો જ છે.'