________________
થાય ? દયાળુઓએ આવા આત્માઓને સુધારવા અને તેઓ ન સુધરે તો તેવા આત્માઓથી યોગ્ય આત્માઓને અલગ કરવાના પ્રયત્નો, વગર કહો પણ આચરવા જોઈએ કે નહિ ?
સભા :- અવશ્ય આચરવા જ જોઈએ.
શ્રીમતી અંજનાસુંદરીને તો પોતાના કરેલા પાપકર્મનો ગણિનીના ઉપદેશથી તે જ ભવમાં અને તે જ વખતે પશ્ચાત્તાપ પણ થયો હતો તથા તે જ સમયે પોતાના પાપને સુધારી લીધું હતું, છતાંય તે પાપનો વિપાક વર્ષો સુધી ભોગવવો પડ્યો, તો જે બિચારાઓના અંતરમાં સુધરવાની સહજ પણ ઈચ્છા નથી, એટલું જ નહિ પણ ઉલ્ટા પોતાના પાપકર્મને પણ પુણ્યકર્મ માનીને જોર-શોરથી અને રાજી ખુશીથી રાચી-માચીને પાપકર્મ આચરી રહ્યા છે, તથા આચર્યા પછી પણ તેની પ્રશંસા કરી-કરીને તે પાપકર્મને સુદઢ બનાવી રહી છે, તે બિચારાઓની દશા કેવી અને કેટલી શોચનીય છે?
સભા :- ઘણી જ.
ખરેખર, પરમોપકારી શાસ્ત્રકાર મહર્ષિઓ એવા પ્રત્યનિક આત્માઓને માટે ઘણા જ ભયને ઉત્પન્ન કરનારું વર્ણન કરે છે અને સૂચવે છે કે કલ્યાણના અર્થી આત્માઓએ પ્રત્યનિકપણાથી અવશ્ય બચવું જ જોઈએ.' પણ આવાઓની સામે શાસ્ત્રો ધરવા, એ પણ એવાઓનો આત્મનાશ કરવા બરાબર છે, કારણ કે શાસ્ત્રોની વાતથી તેઓનો એ રોગ વધતો જ જાય તેમ છે, અને જયારે-જયારે એમને શાસ્ત્રોની વાતો કહેવામાં આવી છે, ત્યારે-ત્યારે પરિણામે તે આત્માઓ એ પરમ કલ્યાણના પંથનો ઉપદેશ કરનારા શાસ્ત્રો અને તે શાસ્ત્રોના રચયિતા તે-તે પરમતારક મહર્ષિ પ્રત્યે પણ યદ્વા-તદ્દા બોલ્યા છે અને બોલે છે તથા એમ બોલી બોલીને તેઓ પોતાનું ભાવમરણ પેદા કરે છે.
સભા :- સાહેબ ! ખરેખર એવો જ અનુભવ થયો છે અને ૨ થાય છે.
શ્રી હનુમાનનું અવતરણ...૮
૨૯૭
રાક્ષશવંશ અને વાનરવંશ ?