________________
શ્રી હનુમાનનું અવતરણ
શ્રી હનુમાનનું અવતરણ...૮
મુનિવરનાં દર્શન એજ રીતે મોહરાજાને આધીન થઈ ગયેલી શ્રીમતી અંજનાસુંદરી હદયદ્રાવક વિલાપ કરી રહી છે. એ રીતે વિલાપ કરતી શ્રીમતી અંક્લાસુંદરીને, તેની સખી વસંતતિલકા સમજાવીને ત્યાંથી આગળ લઈ ગઈ. આગળ જ્યા તે બંનેએ એક ગુફાની અંદર ધ્યાનમાં રહેલા ‘અમિતગતિ' નામના મુનિવરને જોયા.
આવે સમયે પરમત્યાગી મુનિવરનું દર્શન થવું, એ જેવું-તેવું નથી. આવે સમયે આવા મુનિવરનું દર્શન થયું, એજ સૂચવે છે કે શ્રીમતી અંજનાસુંદરીનો અશુભોદય મટી શુભોદય થવા આવ્યો છે.'
સભા : સાહેબ ! દર્શન માત્રથી જ ભાગ્યોદય કેમ કહેવાય ? જેને આવા સમયે મુનિવરના દર્શનથી ગુસ્સો આવે અને વંદન કરવાને બદલે ગાળો દેવાની કે મારવાની બુદ્ધિ થાય તેનું શું?"
પૂજયશ્રી : ભાગ્યશાળી ! આ સ્થળે એવું નથી, કારણકે શ્રીમતી અંજનાસુંદરી અને તેની સખી વસંતતિલકા એ બંનેયને મુનિદર્શનથી આનંદ થાય છે ને વંદન કરવાની ભાવના થાય છે એટલું જ નહિ પણ તે બંનેય તે મુનિવરના પાસે જઈને વિનયપૂર્વક વંદન કરે છે અને ભક્તિપૂર્વક પોતાના હદયની શંકાઓને ટાળવા માટે પ્રશ્નો કરે છે ! આવા આત્માઓ માટે દર્શન માત્રથી પણ ભાગ્યોદય કહેવાય. જે આત્માઓને મુનિના દર્શનથી ગુસ્સો વગેરે થાય છે, તે આત્માઓને તો - મુનિ મળી જાય તો પણ, તેઓને મુનિનું દર્શન થયું, એમ નથી કહેવાતું. ૨૧ રાક્ષશવંશ ,
'
૧
અને વાનરવંશ