________________
શ્રી હનુમાનનું અવતરણ
८
શ્રીમતી અંજનાસુંદરી એક તદ્ભવમુક્તિગામી મહાત્ આત્માની માતા બનનાર છે એ સ્થિતિમાં કર્મનાં કારમા કારસ્તાને તેમને પરેશાન કરવામાં ક્યાં બાકી રાખ્યું છે ? પણ ધર્મના પ્રતાપે જંગલમાં પણ મંગલ થાય છે, મુનિવરના દર્શન થાય છે, શંકાના સમાધાન મળે છે, દિવ્ય સહાયની પ્રાપ્તિ થાય છે ને દેવતાઈ દિવ્ય પુત્રનો અવતાર થાય છે. જન્મતાં જ હનુપૂરમાં પહોંચવાથી ‘હનુમાન’ એવા નામથી પ્રસિદ્ધ થાય છે. બાકી તો ‘શ્રીશૈલ’ એવું તેમને નામાભિધાન અપાય છે. આમ રામાયણના પાત્રોમાં ‘શ્રી હનુમાન’ વિશિષ્ટપાત્ર છે. તેમના અવતરણજન્મનો પ્રસંગ અહીં રજૂ થયો છે.
પણ આ સંસાર જ એવો છે ને કે સુખ-દુ:ખની ઘટમાળ ચાલતી જ રહે. આ ઘટમાળનું દર્શન કરાવનારી ઘટના ‘પવનંજય' ના પ્રસંગથી જાણી શકાય છે. અજ્ઞાનનો અવર્ણનીય-મહિમા આ પ્રસંગમાં હુબહુ રજૂ થયો છે. રામાયણના પ્રસંગોમાં આ પ્રસંગ
આગવી ભાત પાડે છે.
-શ્રી
૨૮૯