________________
જૈન રામાયણઃ
પર રજોહરણની ખાણ ૯ છે. એજ મૂંઝવણના યોગે શ્રીમતી અંજનાસુંદરી પણ અત્યારે જાણે પતિ જ એક રક્ષણહાર હોય, એ પ્રકારની ભાવના પ્રગટ કરી રહી છે પણ એ ભૂલી જાય છે કે કર્મસત્તાની આગળ કોઈ જ ટકી શકતું નથી તેની સામે તો એક ધર્મસત્તા જ બસ છે !' પણ આવા સમયે ધર્મ કોઈ ભાગ્યશાળીને યાદ આવે છે. બાકી બીજાઓ તો કોઈ કાકાને તો કોઈ બાપને, કોઈ મામાને તો કોઈ મામીને અને કોઈ પતિને તો કોઈ સ્નેહીને એમ કોઈના ને કોઈના કે જે સઘળાંય કર્મસત્તાને આધીન થઈને જ પરતત્ર રીતે જીવન ગુજારી રહેલ છે. તેઓના જ શરણની ઈચ્છા રાખ્યા કરે છે કારણકે કર્મરાજાની અને એમાંય મોહરાજાની ખૂબી જ એવી છે !
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧