________________
'સક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
ટી. જૈન રામાયણ,
જ રજોહરણની ખાણ ૨૮૬ આમ ન કર્યું. વગેરે વગેરે વિચારોથી ઘનતા કરે છે કે કાંઈ બીજુ ? ગમે તેવી દીનતા કરવા છતાં પણ તીવ્ર અશુભના ઉદય સમયે કોઈ જ રક્ષક થતું નથી, માટે કોઈની આશાએ પાપ કરતા હો તો ન કરતા. પાપ કરતાં થાબડનારા બહુ મળશે,પણ એ પાપનો અનુભવ કરવો પડશે તે વખતે સામું જોનાર કઈ જ નહિ મળે.
અનીતિથી મેળવેલા પૈસા ઘરમાં બધા ઘાલે, પણ આરોપ આવે ત્યારે કડી તો પોતાને જ પહેરવી પડે. આથી કોઈની પણ સલાહે પાપ કરતા હો તો ન કરશો. પાપ કરવું પડતું હોય ત્યાં પસ્તાજો, પણ પોતાનો બચાવ તો ન જ કરતા. મા-બાપના કહેવાથી ખૂન કર્યું હતું કે ચોરી કરી હતી, એમ કહેવાથી સરકાર છોડે નહિ પણ ફાંસી કે જેલમાં મોકલે. સરકાર ન છોડે તો કર્મસત્તા કેમ છોડે? માટે કોઈના આધાર ઉપર પાપ ન કરતા, નહિ તો ફળ તમારે પોતાને જ ભોગવવું પડશે. પાપ પ્રવૃત્તિના યોગે કર્મ એવા બંધાશે કે આરો પણ નહિ આવે, વડીલની પણ આજ્ઞા ત્યાં જ સુધી કે જયાં સુધી એ હિતમાં જોડે અને અહિતથી પાછા વાળે.
શ્રીમતી અંજનાસુંદરીને કોઈપણ સંબંધી ન હતા એમ નહિ, પણ ઘણાય સંબંધી હતા. માતા પણ મહારાણી હતી, પિતા પણ મહારાજા હતા, ભાઈ રાજયનો માલિક હતો, પતિનો પિતા પણ મોટો રાજા હતો, છતાં અત્યારે છે કોઈ ? ખરેખર, અશુભોદયના ભોગવટા સમયે લેઈ જ ન હોય. આવા સંબંધીવાળી અંજનાની આ દશા તો તમારી શી હાલત ? ‘તમે કઈ વસ્તુ પર નિશ્ચિત બેઠા છો ?' એ જરા કાનમાં તો કહો? કોની હુંફે આમ વર્તો છો? કોઈ પૂછનાર નથી, એમ કોઈ કહી તો નથી ગયું ને ? ચાર-છ રોટલીના ચાહકોને શા માટે આટલી અનીતિ અને પ્રપંચો આદિ કરવા પડે? ગમે તે રીતે સઘળું જ છોડાય તો પણ મર્યાદશીલ તો થવું જ જોઈએ. આટલું જાણ્યા પછી પણ તદ્દન બેફીકર રહો, એ ઘણું જ ભયંકર ગણાય.