________________
“મંદભાગ્ય આત્માઓમાં શિરોમણિ હું જેમ આજે પતિ વિના એકલી જીવું છું, તેમ કોઈપણ સ્ત્રી પોતાના પતિ વિના કોઈ પ્રકારે એક પણ દિવસ ન જીવો !”
આ વિલાપમાં પણ આ મહાસતી મુખ્યત્વે પોતાના દુર્ભાગ્યને જ
દોષ આપે છે. ઉત્તમ આત્માઓનો એ સ્વભાવ જ હોય છે કે ‘ગમે તેવી સ્થિતિમાં પણ તેઓના મુખથી પ્રાય:સત્ય વસ્તુનું ભાન કરાવનાર જ શબ્દો નીકળે છે’
આ સ્થિતિ જોતા કોઈપણ આત્મા સમજી શકે તેમ છે કે શ્રીમતી અંજ્ઞાસુંદરીનો અત્યારે પાકો અશુભોદય છે અને ખરેખર, જ્ઞાનીઓના કથન મુજબ અશુભોદયના સમયે કોઈપણ રક્ષક થઈ શકતું નથી. આપણે જોયું કે અંજ્ઞાને સાસુએ પણ કાઢી મૂકી, પિતા તથા ભાઈઓ
પણ પૂછ્યા કે ગાછયા વિના કોઈપણ જાતની તપાસ કર્યા વિના, બહારથી ને બહારથી જ હાંકી કાઢી, માતાએ પણ ઉપેક્ષા કરી અને પિતાએ તો એવી કાર્યવાહી કરી કે પોતાની રાજધાનીના નગરમાં કે ગામમાં પણ કોઈ એને પેસવા ના દે. હવે વિચારો કે ‘આવા વખતે રક્ષક કોણ ?' કહેવું જ પડશે કે ' સેવ્યો હોય તો ધર્મ !' પણ જો તે ન જ સેવ્યો હોય તો અત્યારે કોઈ રક્ષક નથી. ખરેખર, શ્રીમતી અંજનાસુંદરી એ રાજપુત્રી વધૂ છે અને પુષ્પની શય્યામાં સૂનારી હતી, છતાં એની આજે કઈ દશા છે ? શું અત્યારે આને એ બધાનો ત્યાગ છે ? નહિ જ. ત્યાગ કર્યો નથી પણ આ તો નીકળવું પડયું છે. હૃદયથી ત્યાગ ક્યાં છે ? હૃદયથી ત્યાગ હોય તો દુ:ખ ન જ થાય. કાઢી મૂકી છે માટે જ દુ:ખી છે. અત્યારે માત્ર એની પાસે સાથીમાં એક જ સખી છે. જો સાચી ધર્મભાવના જાગી હોય તો આટલો વિલાપ હોય ? નહિ જ. તેવી ધર્મભાવનાના અભાવે અત્યારે તો આખેય રસ્તે વિલાપ જ કરે છે. ખરેખર, અત્યારે એની હાલત દયા ખાવા જેવી અને ભયંકર થઈ છે. ઝાડના થડ પાસે બેસીને વિલાપ કરતાં તેણે ‘ભાઈ, બાપ, માતા વગેરેએ
૨૮૫
રાક્ષશવંશ અને વાનરવંશ
ક્રૂર કર્મની મશ્કરી:પવનંજય અને અંજના...૭