________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
છે. જૈન રામાયણઃ,
૨૮૪
છે રજોહરણની ખાણ * "भ्रातर्दोषोऽपि नास्त्येव, ताते जीवति ते ननु । નાથ ! ત્વયિ ઘ દૂરસ્થ, નો સર્વોચ્ચરર્મમ ર૪૪
સર્વથા સ્ત્રી વિના નાથ-મૈdolહમવ નવતું ? यथाहमेका जीवामि, मन्दभाग्यशिरोमणिः ।१७॥"
'ખેદની વાત છે કે વડીલોના અવિચારથી મદભાગ્યવાળી મને પહેલાં દંડ પ્રાપ્ત થયો અને અપરાધનું વિવેચન હવે પછી થશે. !'
વાત પણ ખરી છે કે જો વડીલોએ વિચાર કરવાની તક લીધી હોત, તો આ રીતે અપરાધનો નિશ્ચય થયા વિના તિરસ્કર ફીટકર અને બહિષ્કાર ન જ થાત, પણ તીવ્ર અશુભનો ઉદય એવા પ્રકારનો હોય છે કે એ વિચારકને પણ અવિચારક બનાવી દે છે. આથી જ શ્રીમતી અંજનાસુંદરી પણ મુખ્યત્વે પોતાના મંદભાગ્યને જ આગળ કરે છે.
અને કહે છે કે
“હે કેતુમતિ ! તે પણ કલંકથી કુળની રક્ષા સારી રીતે કરી અને હે પિતાજી ! આપે પણ સંબંધીઓના ભયથી સારૂં વિચાર્યું.
વળી
“વિશ્વમાં એ વાત નિશ્ચિતપણે કહેવાય છે કે દુઃખિત નારીઓને માતા એ આશ્વાસનનું કારણ છે, એટલે કે આશ્વાસન આપનારી છે, પણ તે માતા ! પતિની ઈચ્છાને જ અનુસરીનારી તે પણ મારી ઉપેક્ષા જ કરી."
અને
હે ભાઈ ! પિતાજીની વિદ્યમાનતા હોવાથી તારો તો કોઈ દોષ જ નથી, કારણકે પિતાજીની વિધ્યમાનતામાં તારાથી કશું જ થઈ શકે નહિ.”
ખરેખર,
“હે નાથ ! આપ દૂર હોવાથી આજ સહુ કોઈ મારી સાથે શત્રુ જેવી જ આચરણા કરી રહ્યા છે, એટલે કે આજે કોઈપણ મને આશ્વાસન આપનાર નથી.”
આ જ કારણે