________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
વળી,
“હે પ્રભો ! ‘નિર્દોષ એવી પણ આ અંજનાને તેની ક્રૂર ‘તુમતી’ નામની સાસુએ કોઈ દોષને ઉત્પન્ન કરીને પણ કાઢી મૂકી હોય' આ પ્રમાણે કેમ ન બન્યું હોય ? કારણકે ક્રૂર સાસુ એવી રીતે બનાવટી દોષ ઉભો કરીને પણ નિર્દોષ એવી પણ પુત્રવધૂને કાઢી પણ મૂકે !’
આ કારણથી
“અંના સદોષ છે કે નિર્દોષ છે એવી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ગુપ્તપણે અહીં જ આ અંજનાને પાળો. ‘પોતાની પુત્રી છે' આ પ્રમાણે માનીને પણ આટલી કૃપા કરો !”
>
૨૮૦
મંત્રીની આવી પણ વિવેકભરી વાત અને સુંદર સલાહ શ્રીમતી અંજ્ઞાસુંદરીના તીવ્ર અશુભોદયના યોગે રાજાને ન રૂચી અને ઉલ્ટો રાજા પણ એજ પ્રમાણે બોલવા લાગ્યો કે
'राजापीत्यवश्छ्श्रूः सर्वभ भवतीदृशी
इदृशं चरितं तु स्यादधूनां नहि कुत्रचित् ॥ १ ॥” " किंच संशृण्महे ऽग्रेऽपि द्वेष्येवं पवनस्य यत् । गर्भ संभाव्यतेऽमुष्याः पवनादेव तत्कथम् ॥२॥" ‘સર્વથા જોષવત્વેષા, સાઘુ નિર્વાસિતા તથા । નિર્વાસ્થતાનિતોપ દ્વ, પશ્યામતનુાં ન હિ રઢું''
“સાસુ તો સર્વત્ર એવા પ્રકારની હોય, પણ વધૂઓનું આવું ચરિત્ર તો કોઈ પણ ઠેકાણે ન હોવું જોઈએ."
વળી
ܐ
“આપણે પ્રથમથી જ સાંભળીએ છીએ કે પવનંજયને માટે આ અંજના દ્વેષ્યા બની ગઈ છે, એટલે કે પવનંજય આ અંના ઉપર પ્રેમ રાખવાને બદલે પ્રથમથી જ દ્વેષ રાખે છે તો પછી પવનંજયથી આણીને ગર્ભ રહે એવી તો સંભાવના પણ કેમ જ થઈ શકે ?