________________
જૈન રામાયણઃ,
રજોહરણની ખાણ ૨૭૮
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
ગઈ. આ પ્રમાણે શ્રીમતી અંજનાસુંદરીને આવેલી જોઈને શ્રી મહેન્દ્રરાજાનો દ્વારપાળ સંભ્રમ પામી ગયો અને સંભ્રમ પામેલા તેણે પૂછ્યું “આવી અવસ્થા કેમ?”
આ પ્રશ્નના ઉત્તરમાં અંજનાસુંદરી તો મૌન રહી, પણ તેની સખી વસંતતિલકા કે જે શ્રીમતી અંજનાસુંદરીની સાથે જ છે, તેણે સઘળી અવસ્થા કહી. આ પછી તરત જ તે દ્વારપાલે ત્યાંથી રવાના થઈ, શ્રીમતી અંજનાસુંદરીની સખીએ કહેલી તે અવસ્થા રાજાને જણાવી.
આ સાંભળીને રાજાનું મુખ લજ્જાથી નમી પડયું અને શ્યામ થઈ ગયું. હિતચિંતક પિતાને પોતાની પુત્રીના આવા સમાચારથી જરૂર લજ્જા આવે અને લજ્જાના યોગે મુખ નમી પણ જાય અને શ્યામ પણ પડી જાય, પરંતુ સાંભળેલા સમાચારની તપાસ કર્યા વિના કે તેની ઉપર ઉચિત વિચારણા કર્યા વિના અયોગ્ય વિચાર બાંધી દેવો, એમાં હિતચિંતતા જળવાતી નથી, પણ પ્રાય: હિતચિંતકતાનું ખૂબ જ થાય છે.
અહીંયાં શ્રીમતી અંજનાસુંદરીના પિતા માટે પણ શ્રીમતી અંજનાસુંદરીના તીવ્ર અશુભોદયે એમ જ બન્યું છે. એટલે કે શ્રીમતી અંજનાસુંદરીના પિતા બુદ્ધિમાન અને વિચારક છતાંપણ જેવા સમાચાર સાંભળ્યા તેવા જ વિચારોમાં મગ્ન બન્યા છે અને ચિંતાવવા લાગ્યા કે X XX X X XX X XX XX X ? "अचिंन्त्यं चरितं स्त्रीणां, ही विपाको विधेरिव ॥१॥
$ાં નpido, 3જી ના હેમાવતા ? अजनाअन्जनलेशोऽपि, दूषयत्यंशुकं शुचि ॥२॥
“ખરેખર જેમ વિધિનો વિપાક અચિજ્ય જ હોય છે, તેમ સ્ત્રીઓનું ચરિત્ર પણ અચિત્ય જ હોય છે.”