________________
પાર જ ન રહ્યો. શ્રીમતી અંજ્ઞાસુંદરીના એ સમયનાં દુ:ખનો ખ્યાલ કરાવતાં, લખ્યુ છે કે
‘તદ્:વવું:વિત વ, तदा चास्तमगाद्रविः સન્તઃ સતાં ન વિપä, વિનોવિતુીશ્વરઃ
''
“કેતુમતીના નોકરો શ્રીમતી અંજ્ઞાસુંદરીને મૂકીને ચાલ્યા ગયા તે સમયે સૂર્ય જાણે કે શ્રીમતી અંજ્ઞાસુંદરીના દુ:ખથી દુ:ખિત જ ન થઈ ગયો હોય તેમ અસ્ત પામી ગયો; કારણકે સત્પુરુષો સજ્જનોની વિપત્તિને જોવા માટે અસમર્થ હોય છે.”
અર્થાત્ શ્રીમતી અંજ્ઞાસુંદરી તે સમયે એવી દુઃખિત અવસ્થામાં હતી કે તેને તે દુ:ખિત અવસ્થા સારા માણસો તો ન જ જોઈ શકે, અને હોય પણ તેમજ, કારણકે રાજપુત્રી હોઈને કદી જ આવી નિરાધાર અવસ્થાનો અનુભવ કર્યો જ નથી, તેને માટે આ અવસ્થા જેવી તેવી દુ:ખદ ન જ ગણાય. વધુમાં એકલી નિરાધાર અવસ્થા જ નહિ, પણ સાથે સાથે કલંકિત અવસ્થા પણ ખરી જ. આ દશા અનિર્વચનીય દુ:ખને આપનારી હોય, એમાં આશ્ચર્ય પણ શું છે ?
આવી અવસ્થામાં તેણે પોતાના પિતાના નગરની બહાર પ્રદેશમાં આખીએ રાત્રિ પૂર્વક જાગૃત અવસ્થામાં જ પૂર્ણ કરી, કારણકે ત્યાં ઘુવડ પક્ષીઓના ઘોર ઘુત્કારોથી, શિયાળીઆઓના ફેત્કારોથી, વરૂઓના ટોળાઓના આક્રંદોથી, શાહુડીઓના વિવિધ શબ્દોથી અને રાક્ષસોના સંગીત જેવા પિંગલોના કોલાહલોથી, તેણીના કાનો ફુટ ફુટ થઈ રહ્યા હતા. આવા ભયંકર સ્થાનમાં એક સ્ત્રી જાતને નિદ્રા ન જ આવે એ સહજ છે, એટલે આવા ભયરૂપ સ્થાનમાં શ્રીમતી અંજ્ઞાસુંદરીએ આખીએ રાત્રિ જાગૃત અવસ્થામાં જ કષ્ટપૂર્વક પસાર કરી.
અને તે પછી પ્રાત:કાળમાં ઉઠીને દીન બની ગયેલી એવી તે શ્રી અંજ્ઞાસુંદરી, લજ્જાથી સંકોચ પામતી ધીમે-ધીમે નિર્લજ્ની જેમ, જાણે પરિવાર વિનાની ભિક્ષુકી જ ન હોય તેમ, પોતાના પિતાના દ્વારે
૨૭૭
ܐ
રાક્ષશવંશ અને વાનરવંશ
|
ક્રૂર કર્મની મશ્કરી:પવનંજય અને અંજના...૭